↵જામનગર: રામપર ગામની પરણીતાને દુ:ખ ત્રાસ આપ્યાની રાવ
રાજકોટમાં રહેતા પતિએ હેરાન પરેશાન કરી કાઢી મુકી
જામનગરના પંચકોશી-એ ડિવિઝન પોલીસ મથકે એક પરિણીત મહિલાની ફરિયાદના આધારે તેના પતિ વિરુદ્ધ સ્ત્રી અત્યાચારનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ રાજકોટના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી રાધિકાબેને પોતાના પતિ સાગરભાઈ રમેશભાઈ મિયાત્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મહિલાના જણાવ્યા મુજબ તેના પતિને દારૂ પીવાની ટેવ હોવાથી તેઓ અવારનવાર નાની-નાની બાબતોમાં ઝઘડા કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. અગાઉ પણ મહિલાને પતિના ત્રાસના કારણે પિયર જવાની ફરજ પડી હતી, જોકે સમાધાન બાદ ફરીથી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ પતિ દ્વારા ફરીવાર હેરાનગતિ અને દુ:ખ-ત્રાસ આપવામાં આવતા મહિલાએ પોલીસનો આશરો લીધો હતો. ફરિયાદના આધારે પંચકોશી-એમાં ફરીયાદ કરતા તપાસ હાથ ધરી છે.