મિથુન ચક્રવર્તીના દીકરા વિરુદ્ધ રેપ, ફ્રોડ અને બળજબરીથી ગર્ભપાત કરાવવાનો કેસ દાખલ, પીડિતાની ફરિયાદમાં મિથુનની પત્નીનું પણ નામ

  • October 28, 2020 02:04 AM 403 views

બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીની પત્ની અને પુત્ર મહાક્ષય ચક્રવર્તી ઉર્ફે મેમો પર બળાત્કાર, છેતરપિંડી અને બળજબરીથી ગર્ભપાત કરાવવા બદલ મુંબઇના ઓશીવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. પીડિતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ- 'પીડિતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીનો પુત્ર મહાક્ષય ઉર્ફે મેમો 2015થી સંબંધમાં હતા. આ દરમિયાન મહાક્ષયે પીડિતા સાથે લગ્ન કરવાનું વચન આપી પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.


પીડિતાએ પોલીસ સમક્ષ કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે - '2015 માં મહાક્ષયે પીડિતાને ઘરે બોલાવીને સોફ્ટ ડ્રિંકમાં નશાની દવા પીવડાવી હતી, અને આ દરમિયાન મહાક્ષયે પીડિતા સાથે તેની સંમતિ લીધા વિના શારીરિક સંબંધ બાંધ્યા હતા અને પછીથી લગ્ન કરશે તેવી વાત કરી 4 વર્ષ સુધી પીડિતા સાથે શારીરિક સંબંધ રાખતો રહ્યો અને તેને શારિરીક અને માનસિક ત્રાસ આપતો હતો.


પીડિતાના કહેવા પ્રમાણે, જ્યારે તે આ સંબંધને કારણે ગર્ભવતી થઈ હતી, ત્યારે મહાક્ષય ઉર્ફે મેમોએ તેના પર ગર્ભપાત કરવા માટે દબાણ કર્યું હતું અને જ્યારે તેણી સંમત ન થઈ ત્યારે તેણે તેને થોડીક ગોળીઓ ખવડાવી તેનો ગર્ભપાત કરાવ્યો. પીડિતાનું કહેવું છે કે, 'મહાક્ષયની માતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીની પત્નીએ પીડિતાને ધમકી આપી હતી અને કેસને રફાદફા કરવા  દબાણ પણ કર્યું હતું.

પીડિતાએ અગાઉ આ કેસમાં એફઆઈઆર નોંધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે પોલીસે કેસ નોંધ્યો ન હતો. આ સમય દરમિયાન પીડિતા દિલ્હી શિફ્ટ થઈ હતી જ્યાં તેણે દિલ્હીની રોહિણી કોર્ટમાં એફઆઈઆર નોંધાવવા અપીલ કરી હતી. જેમાં પ્રાથમિક પુરાવાના આધારે કોર્ટે આ કેસમાં એફઆઈઆર નોંધીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જેના આધારે ગુરુવારે મુંબઇના ઓશીવારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application