ડીજીટલ પાસપોર્ટ લોન્ચ કરનાર પ્રથમ દેશ બન્યો ફિનલેન્ડ

  • September 13, 2023 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલમાં લંડન, માન્ચેસ્ટર અને એડિનબર્ગમાં પરીક્ષણ શરુ, વહેલી તકે સામાન્ય લોકોને મળશે લાભ


મુસાફરી ઝડપી, સરળ અને વધુ સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ડિજિટલ પાસપોર્ટ લોન્ચ કરનાર ફિનલેન્ડ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ૨૮ ઓગસ્ટે દેશે આ પાસપોર્ટનું પરીક્ષણ શરૂ કર્યું હતું. હેલસિંકી એરપોર્ટ પર ફિનિશ બોર્ડર ગાર્ડ આ પરીક્ષણનું સંચાલન કરી રહ્યા છે, આ પરીક્ષણ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ચાલુ રહેશે. હાલ માટે તે ફક્ત લંડન, માન્ચેસ્ટર અને એડિનબર્ગ માટે માન્ય છે.


ડિજિટલ ટ્રાવેલ ક્રેડેન્શીયલએ ફીઝીકલ પાસપોર્ટનું ડિજિટલ વર્ઝન છે, જેને સ્માર્ટફોનમાં સ્ટોર કરી શકાય છે. તે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનના નિયમોને અનુસરે છે, જે ડિજિટલ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ માટે વૈશ્વિક માળખા પર કામ કરી રહી છે. વિશ્વમાં પ્રથમ વખત ડીટીસીનું ફિનલેન્ડમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ફિનલેન્ડ અને યુકે વચ્ચે ફિનૈર ફ્લાઇટમાં મુસાફરી કરતા ફિનિશ નાગરિકો જ પરીક્ષણ માટે પાત્ર છે.


હાલના નિયમ મુજબ, ડિજિટલ પાસપોર્ટ વડે તેઓ હેલસિંકી એરપોર્ટ પર તેમનો ફોટો લઈને અને તેમના ડીટીસીમાં સ્ટોર કરેલા પાસપોર્ટ સાથે મેચ કરીને તેમની ઓળખ ચકાસી શકે છે. જો કે, આ એક અજમાયશ હોવાથી, નાગરિકોએ તેમના ફીઝીકલ પાસપોર્ટ સાથે રાખવાની અને તેને ફિનલેન્ડ અને યુકેમાં બોર્ડર કંટ્રોલ્સ પર સ્કેન કરવાની જરૂર પડશે. જો પ્રોજેક્ટ સફળ સાબિત થાય છે, તો પ્રવાસીઓને ભવિષ્યમાં ફીઝીકલ પાસપોર્ટ સાથે રાખવાની જરૂર રહેશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application