સોશિયલ મીડિયા ટિપ્સ : જાણો કોણ કોણ જુએ છે તમારી ફેસબુક પ્રોફાઈલ

  • April 30, 2021 08:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ફેસબુક એક આજે એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં લોકો પોતાની દરેક ક્ષણની જાણકારી શેર કરતા રહે છે. જેને લીધે ક્યારેક સોશિયલ ફ્રેન્ડશિપમાં તકરાર પણ સર્જાતી હોય છે. જેને કારણે લોકો એકબીજાને બ્લોક કરી દેતા હોય છે પરંતુ જાણ બહાર તેઓ એકબીજાની પ્રોફાઈલ ચેક કરતા હોવાનું પણ અવારનવાર સામે આવતો રહે છે. ક્યારેક અમુક લોકો સંપર્કમાં ન હોવા છતાં ફેસબુક પ્રોફાઇલ પર તેમની નજર રહેતી હોય છે ત્યારે કઈ કઈ વ્યક્તિ તમારી ફેસબુક પ્રોફાઈલ ચેક કરે છે તેની માહિતી તમે આ આર્ટીકલ દ્વારા મેળવી શકશો. 

 

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે જો તમારી પાસે iphone હોય તો તમે ફેસબુક એપની પ્રાઇસ સેટિંગમાં જઇને ચેક કરી શકો છો કે તમારી પ્રોફાઇલની કોણે વિઝિટ કરી છે. અન્ય યુઝર્સ ડિસ્કોટ અથવા તો લેપટોપની મદદ લેવી પડશે.

 

• સૌથી પહેલા ડેસ્કટોપ પર ફેસબુક લોગીન કરો.

• હવે તમારી ટાઈમલાઈન પર ગમે ત્યાં રાઇટ ક્લિક કરીને 'View page source' વિકલ્પ પસંદ કરો અથવા તો CTRL+U દબાવો.

• હવે ctrl+f દબાવીને સર્ચ બારમાં “BUDDY_ID"ને સર્ચ કરો.

• હવે તમારે BUDDY_ID સાથે 15 અંકનો એક કોડ મળશે.

• કોડને કોપી કરીને બ્રાઉઝરમાં facebook.com/profile ID (15 અંકોનો કોડ) ટાઈપ કરીને સર્ચ કરો.

• હવે સીધી જ સીધી જ તેમની પ્રોફાઈલ ખુલશે જેમની આઈડી દ્વારા તમારા પ્રોફાઇલ વિઝીટ કરવામાં આવી હશે.

 

અન્ય પદ્ધતિ :

 

અન્ય પદ્ધતિ એ છે કે તમે આના માટે ક્રોમ એક્સટેન્શનની મદદ લઈ શકો છો.

ગૂગલ ક્રોમમાં Super Viewer for Facebook જેવા એક્સટેન્શનને ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો કે તમારી ફેસબુક પ્રોફાઇલ કોણ કોણ ચેક છે કરી રહ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS