જાણી લો રામમંદિર પરિસરમાં રામાયણકાળની માતૃશક્તિ સ્થાપિત કરવા કયા દેવીના મંદિરો હશે?

  • January 03, 2024 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તા. 22 જાન્યુઆરીના ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન વિશાળ પાયે થવાનું છે. સમગ્ર દેશમાં આ માટે અલગ જ પ્રકારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામ મંદિરની ગતિવિધિ જાણવા માટે સૌ કોઇ ઉત્સાહ દાખવે છે. ત્યારે એવી માહિતી છે કે રામ જન્મભૂમિ પરિસરમાં સૌ કોઇના રામની અવધારણા સાકાર કરવામાં આવશે. આ અવધારણા સાકાર કરવા માટે રામ જન્મભૂમિ પરિસરમાં રામાયણ કાળના માતૃશક્તિના મંદિરો પણ બનાવવામાં આવશે. માતા શબરી અને અહિલ્યા રામજન્મભૂમિના ભવ્ય ગર્ભગૃહમાં બેઠેલા રામલલાના રૂપમાં બાળકને આશીર્વાદ આપતા જોવા મળશે. ભગવાન રામને લોકોના રામ બનાવવામાં આ માતૃશક્તિઓની મહત્વની ભૂમિકા છે. કોઈએ રામ ભગવાનને વિજયનો દરવાજો બતાવ્યો તો કોઈનો રામ ભગવાને ઉદ્ધાર કર્યો.


રામ જન્મભૂમિ પરિસરમાં રામાયણકાળના માતૃશક્તિના મંદિરો માટે માતા ભગવતી, માતા શબરી, અહિલ્યા અને અન્નપૂર્ણાના મંદિરો પ્રસ્તાવિત છે. ભગવાન શ્રીરામે પાષાણરૂપી અહિલ્યાનો ઉદ્ધાર કર્યો હતો. માતા સીતાની શોધ દરમિયાન જ્યારે ભગવાન માતા શબરીને મળ્યા, ત્યારે શબરીએ તેમને સુગ્રીવને મળવાનું સૂચન કર્યું. શબરીના આ સૂચનમાં જ લંકાના વિજયનો માર્ગ મોકળો થયો. સંકુલમાં આદ્યશક્તિ દુર્ગા માતા ભગવતીનું મંદિર પણ બનાવવામાં આવશે. આ સિવાય સીતા રસોઈમાં મા અન્નપૂર્ણાનું મંદિર બનાવવાની યોજના છે.


પ્રસિદ્ધ કથાકાર જગદગુરુ રામદિનેશાચાર્ય કહે છે કે શક્તિ અને શક્તિમાન વચ્ચે અભેદ્ય સંબંધ છે.શક્તિ વિના શક્તિમાન પોતાનું અસ્તિત્વ પ્રાપ્ત કરી શકે નહીં. ટ્રસ્ટના સભ્ય ડૉ.અનિલ મિશ્રાનું કહેવું છે કે રામાયણકાળની માતૃશક્તિ, જેમનો રામના જીવનમાં મહત્વનો પ્રભાવ હતો. તેમને મંદિર પરિસરમાં સ્થાન આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application