વોટ્સએપ વડે જાણો તમારા વિસ્તારમાં રસી ઉપલબ્ધ છે કે નહીં, સરકારે જાહેર કર્યા મોબાઈલ નંબર

  • May 23, 2021 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસને નાથવા માટે દેશમાં રસીકરણ ઝડપી કરવાના પ્રયત્ન સરકાર કરી રહી છે. તેવામાં હવે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક મોબાઈલ વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. આ નંબરની મદદથી તમે તમારા વિસ્તારમાં વેકસીન ઉપલબ્ધ છે કે નહીં તે જાણી શકો છો. 

 

 

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલો નંબર 9013151515 છે. જેના પરથી તમને ઘર બેઠા જાણકારી મળી શકશે કે નજીકમાં વેકસીન ક્યાં ઉપલબ્ધ છે. આ નંબર પર યૂઝરે મેસેજ કરવાનો રહેશે. જેમાં યૂઝરે તેનો વિસ્તાર, પિન કોડ ટાઈપ કરી સેન્ડ કરવાનો રહેશે. ત્યારબાદ તમને મેસેજ મળશે તેમાં તમારા વિસ્તારમાં વેકસીનની ઉપલબ્ધતા વિશેની આધિકારિક જાણકારી મળશે. 

 

 

અધિકારીઓનું કહેવું છે કે તેનાથી વેકસીન લગાવવા માટે લોકોને પરેશાન થવું પડશે નહીં. આ સિવાય કારણ વિના સેન્ટર પર ધક્કા પણ ખાવા પડશે નહીં. જ્યારે તેમનો નંબર આવે ત્યારે એકવાર સેન્ટર પર વેકસીન છે કે નહીં તે જાણી લેવું. જો વેકસીન હોય તો સેન્ટર પર જઈ વેકસીન લઈ લેવી. 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021