શ્રાવણ મહિનામાં કઈ રાશિઓને થશે કેટલો લાભ, જાણો અહીંયા

  • July 30, 2021 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ રહેલું છે. શ્રાવણ એ ભગવાન શિવનો પ્રિય મહિનો છે. શ્રાવણના સોમવારે વ્રત કરવાથી વ્યક્તિના મનની તમામ ઈચ્છા પૂર્ણ થાય છે. 

 

 

જ્યોતિષ અનુસાર, આ વર્ષે શ્રાવણના સોમવારે વિશેષ યોગ બની રહ્યા છે. 2 ઓગસ્ટના રોજ સર્વાર્થ સિદ્ધી યોગ છે. 9 ઓગસ્ટે વરીયાન યોગ છે. 16 ઓગસ્ટે બ્રમ્હયોગ, યાયિજય યોગ અને સર્વાર્થ સિદ્ધિયોગ બની રહ્યા છે. 

 

 

શ્રાવણ મહિનો ચાતુર્માસમાં આવે છે. આ કારણે માંગલિક કાર્ય કરવાની મનાઈ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શ્રાવણ મહિનામાં શનિ અને મંગલ ગ્રહ વૃશ્ચિક રાશિમાં ગોચર કરે છે. ગુરુ અને રાહુ ગ્રહ સિંહ રાશિમાં અને કેતુ ગ્રહ કુંભ રાશિમાં ગોચર કરે છે. સૂર્ય, શુક અને બુધ ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરે છે. 

 

 

1) મેષ - આ રાશિ માટે સાધારણ પરિણામ છે. પરિવારમાં વાદ- વિવાદ વધી શકે છે. સંપતિની સમસ્યાઓ વધી શકે છે. પોતાના વ્યવહારમાં બદલાવ લાવો. કોઈ સથે વાદ- વિવાદ ન અક્રો. વાણી પર કાબૂ રાખો. ભગવાન શિવનો જાપ કરવાથી લાભ થશે. 

 

 

2) વૃષભ- આ રાશિના જાતકો માટે આ મહિનો શુભ રહેશે. પરાક્રમ અને સાહસમાં વૃદ્ધિ થશે. ભાગ્યનો સાથે મળશે, અને અટકેલા કાર્યો પૂર્ણ થશે. દરરોજ ભગવાન શિવની પૂજા કરો.

 

 

3) મિથુન - તમારે સફળતા પ્રાપ્ત કરવા ખૂબ સંઘર્ષ કરવો પડશે. કડી મહેનત કરવાથી આર્થિક લાભ થશે. સમાજમાં માન- સન્માન વધશે, દર સોમવારે ભગવાન શિવની આરાધના કરો. 

 

 

4) કર્ક - આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે, સમાજમાં માન - સન્માન વધશે. પદ - પ્રતિષ્ઠામાં વધારો થશે. પરંતુ વાદ- વિવાદથી બચો. વાણી પર કાબૂ રાખો. ભગવાન શિવની આરાધના કરવાથી જીવનમાં સુખ - સમૃદ્ધિ આવશે. 

 

 

5) સિંહ - તમારો સંઘર્ષ વધી શકે છે. ખર્ચા પર નિયંત્રણ રાખો. પૈસાની લેતી- દેતીથી બચો. તમારું વૈવાહિક જીવન સારું રહેશે. શિવ ગાયત્રીનો પાઠ કરવાથી લાભ થશે. 

 

 

6) કન્યા - આ રાશિના જાતકો માટે આ મહિનો ખૂબ શુભ રહેવાનો છે. આર્થિક પક્ષ મજબુત થશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી લાભ થશે.

 

 

7) તુલા - કરિયરમાં સફળતા મળશે. શિક્ષા અને પ્રતિયોગિતાના ક્ષેત્રમાં લાભ મળશે. પદ પ્રતિષ્ઠા વધશે. તમારો આત્મ વિશ્વાસ વધશે. ભગવાન શિવના મંત્રોનો જાપ કરો. 

 

 

8) વૃશ્ચિક - આધ્યાત્મિક બાબતોમાં આ મહિનો સારો રહેશે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી લાભ મળશે. ધાર્મિક કાર્યો કરવાથી સમાજમાં તમારું માન - સન્માન વધશે. 

 

 

9) ધન- તમને કાર્યક્ષેત્રમાં કડી મહેનત કરવાથી સફળતા મળશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. વાહન ચલાવતી વખતે સાવધાની વર્તો. ભગવાન શિવની પૂજા કરવાથી લાભ થશે. 

 

 

10) મકર - આ રાશિના જાતકોને આર્થિક લાભ થઇ શકે છે. તમારું વૈવાહિક જીવન સારું રહેશે. તમે તમારા પાર્ટનર સાથે નવો વ્યવસાય શરુ કરી શકો છો. ભગવાન શિવ અને માતા ગૌરીની પૂજા કરવાથી લાભ થશે. 

 

 

11) કુંભ - તમારા માટે આ મહિનો ખૂબ શુભ રહેશે. પ્રતિયોગિતાના ક્ષેત્રમાં સફળતા મળશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. વિરોધીઓ પરાસ્ત થશે. શિવ ગાયત્રીનો પાઠ કરવાથી લાભ થશે. તમારો ભાગ્યોદય થશે. 

 

 

12) મીન - તમે મોટામાં મોટી સમસ્યાનો હાલ થઇ શકે છે. સંતાનો તરફથી સમસ્યા થઇ શકે છે. વાણી પર કાબૂ રાખો. તમે સકારાત્મકતા અનુભવશો. ભગવાન શિવના પુરા પરિવારની પૂજા કરવાથી લાભ થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application