જલિયાંવાલા બાગ નરસંહાર પછીનો કોર્ટ રુમ શું થયું હતું તે જોવા મળશે ફિલ્મી પડદે

  • June 30, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલ્મમેકર કરણ જોહર હાલ પોતાના ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તેવામાં થોડા સમય પહેલા જ તેણે પોતાના એક આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી છે. કરણ જોહર તેની આગામી ફિલ્મમાં ભારતના મહાન વકીલ અને રાજકારણી સી.શંકરન નાયરની વાર્તાને ફિલ્મી પડદે રજૂ કરશે. કરણસિંહ ત્યાગી આ ફિલ્મનું દિગ્દર્શન કરશે. આ સાથે તે પોતાના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન્સ હેઠળ અનેક વેબ સિરીઝ અને ફિલ્મ્સ પણ બનાવી રહ્યા છે.

 

આ અંગે ખુદ કરણ જોહરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરતાં તેણે લખ્યું હતું કે, ઐતિહાસિક વ્યક્તિ સી.શંકરન નાયરની અત્યાર સુધી જાણી નથી શકાય તેવી વાતને ફિલ્મી પડદે રજૂ કરવા માટે ખૂબ જ રોમાંચિત અને ગર્વ અનુભવું છું. તેનું દિગ્દર્શન કરણસિંહ ત્યાગી કરશે. ફિલ્મ અને કાસ્ટને લગતી માહિતી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.  

 

ફિલ્મનું શીર્ષક ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સી.શંકરન નાયર છે. આ ફિલ્મ પ્રખ્યાત પુસ્તક 'ધ કેસ ધુ શુક એમ્પાયર' પર આધારિત છે. આ પુસ્તકમાં લેખકોએ જલિયાંવાલા બાગ હત્યાકાંડ અને તેના કોર્ટરૂમ સત્યને લોકોની સામે રજૂ કર્યા છે.

 

જણાવી દઈએ કે સી.શંકરન નાયર વકીલ અને રાજકારણી હતા. ભારતના જાણીતા વકીલ નાયરે ઘણીવાર બ્રિટીશ શાસનનો સામનો કર્યો. વર્ષ 1919 માં જલિયાંવાલા બાગ હત્યાકાંડની સુનાવણી દરમિયાન નાયરે કોર્ટમાં બ્રિટીશ શાસનને ખખડાવી નાખ્યું હતું. આ સિવાય કરણ બીજા એક પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યો છે. તે એક કોમેડી લવસ્ટોરી ફિલ્મ છે.


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS