12 માર્ચ 2020 બાદ પહેલી બિગ બજેટ ફિલ્મ રૂહી સિનેમાઘરમાં રિલીઝ, બોક્સ ઓફિસ કમાણી પર રહેશે નજર

  • March 11, 2021 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલિવૂડ અભિનેત્રી જાનવી કપૂર રાજકુમાર રાવ ની બિગ બજેટ ફિલ્મ રુહી આજથી સિનેમાઘરમાં રિલીઝ થઈ છે કોરોના કાર્ડ બાદ પહેલી વાર કોઈ બિગ બજેટ ફિલ્મ સિનેમાઘરમાં રિલીઝ થાય છે આ પહેલા ગત માર્ચ મહિનામાં જ્યારે સિનેમાઘર બંધ થયા તે સમયે છેલ્લી ફિલ્મ ઈરફાન ખાન અને કરીના કપૂરની અંગ્રેજી મીડીયમ આવી હતી આ ફિલ્મ 12 માર્ચ 2020 ના રોજ રીલિઝ થઈ હતી જ્યારે જાનવી કપૂરની ફિલ્મ 11 માર્ચ 2021 ના રોજ રિલીઝ થઈ છે ક્યારે હવે સૌની નજર આ ફિલ્મની કમાણી પર ટકી રહેશે.

 

 

છેલ્લા એક વર્ષથી બોક્સ ઓફિસની કમાણી ઠંડી પડી છે ક્યારે જોવાનું રહ્યું કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવી કમાલ કરી શકે છે આ ફિલ્મમાં જાનવી કપૂર સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અત્યાર સુધીમાં આ ફિલ્મના ટ્રેલર ગીત ને સોશિયલ મીડિયા પર ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

 

 

આ ફિલ્મના ટ્રેલરમાં જાનવી કપુર ના ભૂતિયા અંદાજ અને રાજકુમાર રાવ અને વરુણ શર્મા ના કોમિક અભિનયને લોકોએ ખૂબ પસંદ કર્યો છે હવે જોવાનું રહ્યું કે આ ફિલ્મ લોકોની કેટલી પસંદ પડે છે જોકે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જાનવી કપૂરની ફિલ્મ ત્રણ કરોડ જેટલી કમાણી કરી શકે છે.

 

 

હજી ઉલ્લેખનીય છે કે રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રીએ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે જ સાત કરોડનો બિઝનેસ કર્યો હતો રાજકુમાર રાવ અને જાનવી કપૂરની આ ફિલ્મ પણ સ્ત્રી જેવી ફિલ્મોના ઝોનમાં આવે છે પરંતુ કોરોના માટે જાહેર કરાયેલી ગાઈડલાઈન અનુસાર સિનેમા હોલ ની ક્ષમતા 50% દર્શકોની હોવાથી આ ફિલ્મ પહેલા દિવસે ત્રણ કરોડની કમાણી કરી શકશે તેવું અનુમાન છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS