કોરોનાના કેસના ફિગર ફિકસ! બપોર સુધીમાં ફરી ૧૪૯ કેસ

  • May 02, 2021 02:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરરોજ ૧૩ હજાર નાગરિકોના ટેસ્ટ કરાતા હતાં, ગઇકાલે ફકત ૭,૧૪૨ના ટેસ્ટ કરાયા: ટેસ્ટ ઘટાડી દેતાં કેસ ઘટી ગયા

 

 

રાજકોટ શહેરમાં કોરોનાના કેસ જાહેર કરવાની જાણે એક મર્યાદા સુનિિત કરી દેવાઇ હોય તેમ દરરોજ બપોર સુધીમાં ૧૫૦ કેસ જ જાહેર થાય છે. આજે વધુ એક વખત રેન્જ બાઉન્ડ કેસ જાહેર કરાયા હતાં. આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં શહેરમાં ૧૪૯ કેસ નોંધાયાનું જાહેર કરવામાં આવ્યું હતું.

 


વિશેષમાં મહાપાલિકાએ આજે જાહેર કરેલા કોવીડ બુલેટીન અનુસાર આજે બપોર સુધીમાં ૧૪૯ કેસ નોંધાતા શહેરમાં કોરોનાના કેસની કુલ સંખ્યા ૩૩,૬૭૪ થઇ છે. આજ સુધીમાં કુલ ૨૯,૨૭૭ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને રીકવરી રેઇટ ૮૭.૩૨ ટકા રહ્યો છે.

 


આજ સુધીમાં કુલ ૯,૯૭,૩૩૫ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાં ૩૩,૬૭૪ નાગરિકો પોઝિટિવ મળતા પોઝિટિવિટી રેઇટ ૩.૩૬ ટકા રહ્યો છે. જયારે ગઇકાલે તા.૩૦ના રોજ ૭,૧૪૨ નાગરિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં ૬૨૧ પોઝિટિવ મળી આવ્યા હતાં. ગઇકાલે એક દિવસમાં ૭૨૬ નાગરિકો સાજા થતાં તેમને રજા અપાઇ હતી.

 


અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં દરરોજ ૧૦થી ૧૩ હજાર સુધી ટેસ્ટ કરાતા હતાં. જે ક્રમશ: ઘટાડવામાં આવી રહ્યા છે. ગઇકાલે તો ફકત ૭,૧૪૨ ટેસ્ટ જ કરવામાં આવ્યા હતાં. ટેસ્ટ ઘટી જતાં કેસ ઘટવા લાગ્યા છે, તે વાસ્તવિકતા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS