ભુજના માધાપરમાં મિલકત મુદ્દે મારામારી ,૧ ઘાયલ

  • November 21, 2020 09:13 AM 623 views

ભુજ તાલુકાના માધાપર ગામે વડીલો પાર્જીત જમીનના દસ્તાવેજ બાબતે અગાઉ કરાયેલી ફરીયાદના મનદુ:ખે મારામારી થઇ હતી. નિરજ વિનેશભાઇ દાફડા (ઉ.વ.૨૩)વાળાએ ફરીયાદ નોંધાવી હતી કે વર્ષાબેન ભુપેશભાઇ દાફડાએ ધોકાવડે માર મારી વડીલો પાર્જીત જમીનના દસ્તાવેજ અંગે અગાઉ કરેલી પોલીસ ફરીયાદ ખેંચવા માટે ગાળો આપી હતી. માધાપર જુનાવાસના સ્વામીનારાયણ નગરમાં રહેતા આ પરીવારમાં ફરીયાદીના દાદાના અવસાન બાદ તેઓની મિલકતમાં ફરીયાદીના ભાગે આવેલા મકાનના દસ્તાવેજ આરોપી વર્ષાબેન પાસે પડયા હતા જે પરત ન આપતા પોલીસ ફરીયાદ કરાવાઇ હતી. જેના મનદુ;ખે હત્પમલો કરાતા બી–ડિવિઝન પોલીસમાં મહિલા સામે ફોજદારી નોંધાવાઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application