અંજાર : કોરોના વાયરસના શંકાસ્પદ કેસો

  • October 28, 2020 02:04 AM 
  • અંજારમાં પણ કોરોના વાયરસના શંકાસ્પદ કેસો, શંકાસ્પદ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરાયા, અંજારમાં શેરીએ શેરીએ સફાઈ અભિયાન સાથે દવા અને ફોગીંગ કરાયું
  • સમગ્ર રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ બાદ કચ્છના અંજારમાં પણ કોરોના વાયરસના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. શંકાસ્પદ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન પણ કરવામાં આવ્યા છે. ઉપરાંત નગરપાલિકા દ્વારા શહેરમાં દવા છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. અંજારની માધવવિલા સોસાયટીમાં રહેતા તેજસ વાસાણી સાત દિવસ પૂર્વે રસિયાથી આવ્યા હતા. રશિયાથી આવેલા વિદ્યાર્થીનો હજી રિપોર્ટ આવ્યો નથી. પરંતુ સ્થાનિકોને રિપોર્ટ નેગેટિવ આવ્યાનું જણાવી દેવાયું છે. અંજારના આરોગ્ય અધિકારી હજી રિપોર્ટ ન આવ્યાનું જણાવે છે. બીજી તરફ રશિયાથી પરત આવેલા વિદ્યાર્થીના વાલીઓ રિપોર્ટ નેગેટિવ આવ્યાનો દાવો કરે છે. તો અંજારના યમુનાપાર્ક સોસાયટીમાં પણ એક યુવાન દુબઈથી પરત ફર્યો છે. જેના ઘરની બહાર આરોગ્ય વિભાગે નોટિસ લગાવી છે. અંજારમાં પણ વિદેશથી આવેલા લોકોને હોમ ક્વોરેન્ટાઇલ કરાયા છે. અંજારમાં શેરીએ શેરીએ સફાઈ અભિયાન સાથે દવા અને ફોગીંગ કરવામાં આવી રહ્યું છે

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS