ખુલ જા સીમ સીમ અને સજ્જડ બંધ વચ્ચે અટવાતા પ્રજાના તહેવારો

  • October 28, 2020 02:21 AM 1013 views
  • ગડમથલ : સાતમ-આઠમમાં લોકો જુગાર રમતા પકડાતા અને આ વખતે હવે ગરબાં રમતાં પકડાશે...!!
     


અત્યારે અનલોક-5નો સમયગાળો ચાલી રહ્યો છે અને તહેવારો દરમિયાન આટલું ખુલ્લું અને આટલું બંધ એ વાંચી વાંચીને લોકો એટલા બધા ક્ધફયુઝ થઇ ગયા છે કે કંઈ સમજ પડતી નથી. પહેલા જાહેર કરાયું કે તહેવારોમાં મંદિર બંધ રહેશે અને પછી સમાચારો આવ્યા કે મંદિર ખોલવા કે બંધ રાખવા એ નિર્ણય સરકાર નથી લેતી પણ ટ્રસ્ટ લ્યે છે. હવે ટ્રસ્ટ પોતાની રીતે મંદિરો ખુલશે કે બંધ રહેશે તેની જાહેરાતો કરી રહ્યા છે. સાતમ-આઠમમાં પણ આવી જ સ્થિતિ ઉભી થઇ હતી અને લોકો ચાર-પાંચ દિવસના વેકેશનમાં દર્શન કરવા માટે ન આવે તે માટે મંદિરો બંધ રહ્યા હતા.પણ હવે ધીરે ધીરે ખુલી રહ્યા છે. આવું જ બાગ-બગીચાનું છે. સરકારે બગીચા ખોલવાની મંજુરી આપી દીધી છે અને ગઈકાલથી ઘણા ખરા શહેરોમાં ખુલી પણ ગયા છે પણ રાજકોટ જિલ્લામાં હજુ બગીચા ખોલવાનું મુહુર્ત આવ્યું નથી અને કલેકટરે દિવાળીમાં સમિક્ષા કયર્િ બાદ વિચારવામાં આવશે તેવી જાહેરાત કરી દીધી છે. અભ્યારણ ખોલવાની મંજુરી આપી દેવામાં આવી છે જેથી લોકો દિવાળીના વેકેશનમાં ફરવા જવું હોય તો જઈ શકે..જો કે, ઘણા લોકો એવું બોલી રહ્યા છે કે, ફરવા જવું એ એક પ્રકારનો આનંદ લુંટવાનો સમય છે પણ માસ્ક અને ડીસટન્સ આ બે કાયદા નડે છે એટલે ક્યાય જવું નથી. આ વખતે મંદિરો ખુલવાના છે પણ નવરાત્રી સજ્જડ રીતે બંધ રહેવાની છે. સરકારે એમાં પણ માતાજીની આરતી કરવાની છૂટછાટ આપી છે. ટુંકમાં ખુલ જા સીમ સીમ અને સજ્જડ બંધ વચ્ચે પ્રજાના તહેવારો ગોથા ખાઈ રહ્યા છે એવું ચોક્કસ કહી શકાય.


મલ્ટિપ્લેક્સ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, સ્વિમીંગ પુલ વગેરેને ખુલ્લા મૂકવાની મંજૂરી સરકાર દ્વારા અપાઈ છે. મલ્ટિપ્લેક્સ શરૂ કરવા માટે સરકારે મંજૂરી આપી દીધી છે પરંતુ રાજ્યના મોટાભાગના મલ્ટિપ્લેક્સ હજુ અવઢવમાં હતા. જો કે, આજથી મલ્ટિપ્લેક્સ શરુ કરતા પહેલા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. થિયેટરની સાફસફાઈ કરવામાં આવી છે. સાથે જ બેઠક વ્યવસ્થામાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.


મલ્ટીપ્લેકસમાં બેઠકવ્યવસ્થા, સેનેટાઈઝર, થર્મલ સ્કેનિંગ અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. સાથે જ લોકોએ ઓનલાઈન બુકીંગ કરવાનું રહેશે અને નાસ્તો પણ એપ્ના માધ્યમ મંગાવવાનો રહેશે. નવા નિયમો મુજબ, છેલ્લો શો રાત્રે 7 વાગ્યા સુધીનો રહેશે.


કોરોનાકાળમાં અનેક મંદિરો નવરાત્રિમાં બંધ રહેવાના છે. તો બીજી તરફ, સરકારે ગરબાના આયોજન પર મુકેલા પ્રતિબંધથી માતાજીના આરાધકોમાં નિરાશા જોવા મળી છે. પરંતુ આ વચ્ચે એક સારા સમાચાર એ છે કે, 51 શક્તિપીઠમાંથી એક એવા આદ્યશક્તિ મા અંબાનું મંદિર અને તેમનું મૂળ સ્થાન ગબ્બર પર્વત ધામ નવરાત્રિમાં ભાવિક ભક્તો માટે ખુલ્લું રહેશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બરની ફરતે સ્થાપિત કરાયેલી 51 શક્તિપીઠોની પ્રતિકૃતિને કારણે ભક્તોને અહીં એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શનનો દુર્લભ લ્હાવો સાંપડે છે.


રાજ્ય સરકારની સુચના અનુસાર ચાલુ વર્ષે અંબાજીમાં ગરબાનું આયોજન રદ્દ કરાયું છે, પરંતુ નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે. કોરોનાના પગલે અંબાજી દર્શન માટે પધારતા ભક્તોના આરોગ્યની સલામતી પર વિશેષ ભાર મુકતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકારની કોવિડ 19 અંગેની માર્ગદર્શિકા મુજબની તમામ સુવિધા અને વ્યવસ્થા મંદિર પરિસર અને મૂળ સ્થાન શક્તિપીઠ ગબ્બર પર્વતે કરવામા આવી છે. આ ઉપરાંત સ્થાનિક લોકો, ઓટો અને ટેક્સી ચાલકો, ધર્મશાળા અને હોટલો દ્વારા દર્શનાર્થીઓને કોરોનાથી બચાવવા માટેના સ્વાસ્થ્ય સંબંધી પગલાં લેવામાં આવી રહ્યા છે.


પહેલા લોકોને એમ હતું કે, સરકાર શેરી ગરબાને તો મંજુરી આપશે પણ આ આશા પણ ફળીભૂત થઇ નથી અને હવે લોકોએ પણ મન મનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. હા, ઘણા લોકો ઓનલાઈન નવરાત્રીના કાર્યક્રમ ગોઠવવાના છે પણ મેદાન ઉપર જે ધમાચકડી બોલતી તેની મજા જ કાંઇક જુદી હોય છે.આ વખતે લોકો ઘરમાં બેસીને પરંપરા અનુસાર ગરબા ગાશે અને માતાજીની આરાધના કરશે એ નક્કી છે. સરકારે પોલીસને ગરબાના પ્રતિબંધનો કડકાઈથી અમલ કરાવવાની તાકીદ કરી છે એટલે ઘણા લોકો મજાક કરી રહ્યા છે કે, જેમ સાતમ-આઠમમાં લોકો જુગાર રમતા પકડાય છે તેમ આ વખતે સમાચારો એવા આવશે કે, 50 ખેલૈયા ગરબા રમતા ઝડપાયા..!!


આ બધા વચ્ચે સ્કુલ ખોલવાની વાત પણ સતત ચચર્મિાં રહી છે. બધું ધીરે ધીરે ખુલી રહ્યું છે તો સ્કૂલો શા માટે ખોલવામાં આવતી નથી તેવો સવાલ સતત પુછાઈ રહ્યો છે પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ડિસેમ્બર સુધી શાળાઓ ન ખોલવા સરકાર મક્કમ છે.


કોરોનાના મહામારીને કારણે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં દિવાળી સુધી સ્કૂલો ખૂલશે નહીં. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર નિર્ણય કરશે. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ડિસેમ્બર સુધી શાળાઓ ન ખોલવા સરકાર મક્કમ છે.
તજજ્ઞોનાં મત પ્રમાણે, શિયાળામાં કોવિડ 19નું સંક્રમણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને હવે શિયાળો શરૂ થવા જઈ રહ્યો છે. ભલે . હાલની પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ મહદઅંશે ઘટી રહ્યું છે પરંતુ સરકાર કોઈ જોખમ ઉઠાવે એમ લાગતું નથી. એમ તો ઘણા વાલીઓએ પોતાના બાળકોને આ વર્ષે ડ્રોપ લેવડાવવા પણ વિચારી રહ્યા છે.
માહિતી તો એવી પણ મળી રહી છે કે, આ અંગે વાલીઓ અને સંચાલકોનો મત પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. સંભાવના તો એવી પણ છે કે, ડિસેમ્બર સુધીમાં કોરોના વાયરસને નાથવા માટે કોઇ રસી પણ આવી શકે છે.અને જો ડીસેમ્બરમાં કોઈ રસી આવી જાય તો જ સ્કુલ ખોલવા માટે વિચારી શકાય.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application