BREAKING NEWS

જામનગર : ગુજરાત પ્રદેશ ભાજપની નવી ટીમમાં જામનગરના મહીલા અગ્રણીને મહત્વનું પદ મળ્યું 

  • December 29, 2025 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત પ્રદેશ ભાજપની નવી ટીમમાં જામનગરના મહીલા અગ્રણીને મહત્વનું પદ મળ્યું છે. ૧૪ વર્ષથી પક્ષ સાથે જોડાયેલા આશાબેન નકુમની પ્રદેશ મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેણી પક્ષમાં અગાઉ પણ પ્રદેશકક્ષાએ મહત્વના જુદા-જુદા હોદા પર ફરજ બજાવી ચૂકયા છે. 


ભારે ઇન્તેજારી બાદ હાઇકમાન્ડની લીલીઝીંડી મળતા ગુજરાત પ્રદેશ ભાજપની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલની નવી ટીમમાં ૧૦ ઉપપ્રમુખ, ૪ મહામંત્રી, ૧૦ મંત્રી અને એક કોષાઘ્યનો સમાવેશ કરાયો છે. ભાજપના પ્રદેશ માળખામાં તમામ જિલ્લાને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. ત્યારે જામનગરના મહીલા અગ્રણીને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

​​​​​​​છેલ્લાં ૧૪ વર્ષથી પક્ષ સાથે જોડાયેલા અને સંનિષ્ઠ કાર્યકર જામનગરના આશાબેન નકુમની ગુજરાત પ્રદેશ ભાજપની નવી ટીમમાં પ્રદેશ મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. પ્રદેશ ભાજપની ટીમમાં જામનગરના મહીલાને મહત્વનું  પદ મળતા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં હર્ષની લાગણી ફેલાઇ છે. 


અત્રે નોંધનીય છે કે, આશાબેન નકુમ અગાઉ ભાજપમાં પ્રદેશકક્ષાએ મહત્વના હોદા પર ફરજ બજાવી ચૂકયા છે. જેમાં દીવ-દમણ અને દાદરાનગર હવેલીના પ્રદેશ આઇટી સેલના મીડીયા ક્ધવીનર, સૌરાષ્ટ્ર ઝોનના આઇટી સહપ્રભારી  અને પ્રદેશ મીડીયા ડીબેટ ટીમના પ્રવકતાના હોદાનો સમાવેશ થાય છે. હવે તેણીને પક્ષ દ્રારા પ્રદેશ મંત્રીની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આ જવાબદારી સુપેરે નિભાવવાની અને પક્ષને વધુને વધુ મજબૂત બનાવવા માટે સતત કાર્યશીલ રહેશે તેમ આશાબેને જણાવ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application