ઈન્ડિગો ફ્લાઈટમાં પ્રોફેસરે મહિલા ડોક્ટરની કરી જાતીય સતામણી, આરોપીની ધરપકડ

  • July 28, 2023 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફ્લાઈટ મુંબઈમાં લેન્ડ થવાની હતી તેના થોડા સમય પહેલા જ આરોપીએ મહિલાને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.


દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટમાં યૌન ઉત્પીડનના આરોપમાં એક પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી છે. પ્રોફેસર પર ફ્લાઇટ દરમિયાન 24 વર્ષની ડોક્ટર મહિલા મુસાફરની છેડતી કરવાનો આરોપ છે. આ પછી ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.


આ મામલો ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટનો છે. પોલીસે જણાવ્યું કે આરોપી પ્રોફેસર રોહિત શ્રીવાસ્તવને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો અને બાદમાં તેને જામીન આપવામાં આવ્યા હતા.


સહાર પોલીસના જણાવ્યા અનુસાર પટનાના રહેવાસી રોહિત શ્રીવાસ્તવ અને ડોક્ટરની સીટ સાથે હતા.ફ્લાઇટ દિલ્હીથી સવારે 5.30 વાગ્યે મુંબઈ માટે રવાના થઈ હતી. ફ્લાઇટ મુંબઈમાં લેન્ડ થવાની હતી. તેના થોડા સમય પહેલા આરોપીએ મહિલા સાથે અયોગ્ય કૃત્ય કર્યું હતું. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે ટ્રિપ દરમિયાન શ્રીવાસ્તવે તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.


આ પછી બંને મુસાફરો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. જ્યારે વિવાદ ખૂબ વધી ગયો ત્યારે ક્રૂ સ્ટાફ ત્યાં પહોંચી ગયો અને ઝઘડો પતાવવાનો પ્રયાસ કર્યો. આ પછી ફ્લાઈટના લેન્ડિંગ પછી અધિકારીઓ બંનેને સહર પોલીસ સ્ટેશન લઈ ગયા જ્યાં આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી અને ડૉક્ટરનું નિવેદન પણ નોંધવામાં આવ્યું.


પોલીસે જણાવ્યું કે શ્રીવાસ્તવ વિરુદ્ધ IPCની કલમ 354 અને 354A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.એફઆઈઆર નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ પછી આરોપીને કોર્ટમાં રજૂ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. જો કે હાલ આરોપીને જામીન મળી ગયા છે.આ ઘટના પર ઈન્ડિગો તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application