ઓવર ઇટિંગની સમસ્યાથી પરેશાન છો, તો આ ચીજવસ્તુઓનું સેવન કરો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


મોટાભાગે કેટલાક લોકોને જમ્યા બાદ થોડી વારમાં ફરીથી ભૂખ લાગવા માંડે છે. એવામાં તેઓ પોતાની ખાવાની આદતને લીધે મજબૂર હોય છે. જે લોકોને પોતાના વજન વધવાની સમસ્યા હોય છે, તેમના માટે આ એક ચિંતાનો વિષય બની જાય છે.  આવા લોકોએ પોતાના આહારમાં ફાઇબર યુક્ત ભોજનનો સમાવેશ કરવો જોઇએ જેનાથી પેટ ભરેલું હોય તેવું લાગે છે અને બહુ જલ્દીથી ભૂખ લાગતી નથી. આ માટે કેટલીક ચીજ વસ્તુઓનો સમાવેશ ખોરાકમાં કરવો જોઈએ જેથી વારેવારે ભૂખ લાગવાની સમસ્યા માંથી તમને ઘણા અંશે રાહત મળી શકે છે.

 

કોફી મોટાભાગના લોકોની પસંદગી હોય છે પરંતુ બ્લેક કોફી ભૂખ ઓછી કરીને ચરબી બાળે છે, આ માટે રોજ તેને પીવામાં આવે તો ઘણો બધો લાભ થાય છે, જોકે તેમાં કેફીનની માત્રા વધારે હોવાના કારણે સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી.

 

આદુમાં ઔષધીય ગુણો હોય છે, અને પાચનતંત્ર અને ઉત્તેજિત કરે છે તેમજ ભૂખ પણ ઓછી કરે છે. આ સિવાય ગ્રીન ટી પણ એક સારો વિકલ્પ છે જે ચરબી ઓછી કરવાની સાથે ભૂખને પણ ઓછી કરે છે.

 

મેથીમા પણ ઔષધીય ગુણોથી ભરપૂર માત્રામાં હોય છે. જેમાં મોટા પ્રમાણમાં ફાઈબર મળી આવે છે અને શરીરમાં વસાના અવશોષણની પ્રક્રિયાને ધીમી કરે છે, એવામાં ભૂખ ઓછી લાગે છે તેને ચાવીને ખાઈ શકો છો કે પછી પલાળી અને તેનું પાણી પણ પી શકાય છે.

 

બદામમાં  બહોળી માત્રામાં ફાઈબર રહેલા હોય છે. આ સિવાય એન્ટિ-ઓક્સિડન્ટ્સ, વિટામિન ઈ અને મેગ્નેશિયમ પણ હોય છે. જે ભૂખને શાંત કરે છે. આ માટે તેનું સેવન કરવું જોઈએ જેથી ભૂખ ઓછી લાગશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS