હળવદનાં પપ ગામ વાવાઝોડાથી પ્રભાવિત થવાની દહેશત: સ્થળાંતર

  • May 18, 2021 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાઉતે વાવાઝોડાની આગહીને લઈને હળવદનાં ટીક (રણ) ગામના સ્થાનિક લોકો એલર્ટ થયા છે આજે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ વાવાઝોડું પસાર થશે ત્યારે હળવદના ટીકર (રણ) ગામે સેવાભાવી લોકો દ્રારા સાવચેતીના ભાગરૂપે ૩૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ટીકર રણની ધસી વિસ્તારમાં ખરાવાડમાં વિસ્તારમાંથી અન્ય વિસ્તારોમાંથી ૩૦૦ લોકોનું સ્કૂલના સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાવાઝોડાના સંકેતના પગલે ૩૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું ટીકર ગામના સેવાભાવી લોકો દ્રારા સાવચેતીના ભાગરૂપે ૩૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.

 

 

વાવાઝોડાની આગાહીને લઈને તત્રં દ્રારા કંટ્રોલ રૂમ કાર્યરત કરાવવામાં આવ્યા છે તેજ પવન ફુંકાયો હતો. રણકાઠા વિસ્તારમાં વાવાઝોડાના પગલે પવનના સૂસવાટા વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હળવદના ૫૫ ગામ વાવાઝોડાથી પ્રભાવિત થશે તેવો ભાસ છે. આ તકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, હળવદ મામલતદાર એચ.કે.આચાર્ય, તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ, પીએસઆઈ રાધિકા રામાનુજ, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, ટીકર ગ્રામ પંચાયતના સરપચં સંગીતાબેન વિજયભાઈ પટેલ, સહિતના લોકો ઉપસ્થિતરહી શ્રમિકોનું સ્થળાંતર કરાવ્યું હતું.

 

 

વાવાઝોડાની આગાહીને લઈ હળવદ સ્થાનિક પ્રસાશાન એલર્ટ બન્યું છે. વાવાઝોડાની આગાહીને લઈ હળવદ શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પ્રશાસન દ્રારા સાવચેત રહેવા અપીલ કરાઈ છે. કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરાઈ. તાલુકા ડિઝાસ્યર કંટ્રોલ રૂમ, નગરપાલિકા કંટ્રોલ રૂમ, પોલીસ, કંટ્રોલ રૂમ, ફોરેસ્ટ કંટ્રોલ રૂમ, સિંચાઈ કંટ્રોલ રૂમ શરૂ કરવા તત્રં દ્રારા તકેદારીના તમામ પ્રયાસો હાત ધરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS