હવે તો શબવાહિની પણ નથી મળતી... કારની છત પર પિતાનો મૃતદેહ બાંધી દીકરો પહોંચ્યો સ્મશાન

  • April 26, 2021 07:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ઉત્તર પ્રદેશના આગરામાં પણ કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. અહીં કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ કારણ સ્થિતિ એવી છે કે મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા પણ વાહન ખાલી મળતાં નથી. આ વચ્ચે એક તસવીર સામે આવી છે જેમાં એક કારની છત પર મૃતદેહ બાંધેલો જોવા મળે છે. 

 

 

કોરોનાથી થતા દર્દીઓના મૃત્યુની સંખ્યા એટલી વધારે છે કે સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે વેઈટિંગ ચાલે છે. તેવામાં લોકોને મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવા પણ વાહન નથી મળી રહ્યા. આ દરમિયાન આગરાની આ તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર જોઈ ભલભલાં કઠણ કાળજાના લોકો પણ ભાવુક થઈ રહ્યા છે. આ તસવીરએ તંત્રની પોલ પણ ખોલી દીધી છે. 

 

 

આગરામાં એક વ્યક્તિના પિતાનું મોત થયા બાદ તેના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે પણ વાહન કલાકો સુધી મળ્યું નહીં. જેના કારણે દીકરાએ અંતે કારની છત પર પિતાના મૃતદેહને બાંધી સ્મશાન સુધી લઈ જવો પડ્યો હતો. આ જોઈ સ્મશાનમાં હાજર લોકો પણ ભાવુક થઈ ગયા હતા. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS