8 વર્ષના દીકરાના તોફાન બંધ કરાવવા પિતાએ લાકડીથી એટલો માર્યો કે બાળકનું થયું મોત, વાંચો રાજકોટની હૈયું હચમચાવી દે તેવી ઘટના

  • July 15, 2021 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘરમાં બાળક તોફાન કરતું હોય તો અકળાઈ જઈ અને માતાપિતા તેના પર ગુસ્સો કરે તે સ્વાભાવિક છે. ક્યારેક બાળક વધારે તોફાને ચઢે તો તેને માર પણ પડતો હોય છે. પરંતુ જો પિતા બાળકને એટલું મારે કે તેનું મોત નીપજે તો તેવા પિતાને શું કહેવું ? આ પ્રશ્ન થાય તેવી ઘટના રાજકોટમાં બની છે જેમાં તોફાની બાળકને પિતાએ લાકડીથી એટલો ફટકાર્યો કે માર ખાઈને બાળક મોતની ઊંઘ સુઈ ગયો. 


રાજકોટ શહેરના કાલાવડ રોડ પર રાણી ટાવર નજીક આવેલી નંદનવન સોસાયટીમાં કાળજું કંપાવી દે તેવી આ ઘટના બની હતી.  ચોકીદારી કરતાં અને મુળ નેપાળના યુવાને ગત રાત્રે પોતાના 8 વર્ષના પુત્રને ઢોરમાર માર્યો હતો. હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે બાળકનું મોત થયું તો તેણે પોલીસ સામે સત્ય છુપાવ્યું અને કહ્યું કે બાળક રમતા રમતા પડી ગયો અને મોતને ભેટ્યો. પરંતુ પોલીસે આગવી ઢબે પુછપરછ કરતાં તેણે જણાવ્યું કે તેણે દીકરાને રાત્રે લાકડીથી ફટકાર્યો હતો. 

ઘટનાની મળતી વિગતો અનુસાર 8 વર્ષનો સૌરભ ઘરમાં તોફાન કરી રહ્યો હતો. તે મસ્તીએ ચઢ્યો અને જમવા  બેસતો ન હતો. આ વાતથી પિતા એટલા ગુસ્સે થયા કે સીધી લાકડી લઈ તેને જોરદાર ફટકાર્યો. પિતાનો માર ખાધા બાદ ડરથી તેણે જમી પણ લીધું. પરંતુ જમ્યા બાદ તેને ફરી રમત સુજી અને તે રમવા લાગ્યો. રમતા રમતા તે અચાનક પડી ગયો અને તેને થોડું વાગ્યું. પહેલા પિતાએ મારેલો લાકડીનો માર અને પછી પડવાથી થતા દુખાના કારણે સૌરભ સુઈ ગયો. 

પિતાના મારથી બાળકને થયેલી ગંભીર ઈજાથી અજાણ પરિવાર સુઈ ગયો અને સવારે ખબર પડી કે 8 વર્ષનો સૌરભ ઊંઘમાં જ બેભાન થઈ ગયો છે. જ્યારે તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં. તબીબોને અહીં સૌરભના શરીર પર પડખામાં, સાથળ પાસે, ગોઠણથી નીચેના ભાગે અને શરીરનાં બીજા ભાગોમાં માર માર્યો હોય તેવા ચાંભા અને નિશાન જોવા મળતાં શંકા ઉપજી હતી. પહેલા તો પિતાએ રટણ કર્યું કે સૌરભ રમતા રમતા પડ્યો અને વાગ્યું હતું પરંતુ પોલીસની આગવી ઢબની પુછપરછમાં તેણે બાળક પડ્યું તે પહેલા લાકડીથી મારેલા મારની વાત પણ જણાવી. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS