સ્ટેટ વિજીલન્સની ટીમે 390 વિદેશી દારૂની બોટલ સાથે ચારને ઝડપી લીધા

  • April 06, 2021 12:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરની બી.ડીવીઝન પોલીસ ઉધતી રહી અને પ્રભુદાસ તળાવ ચોકમાંથી 7.ર1 લાખનો મુદ્દામાલ ઝડપાયો

 


ભાવનગર શહેરના પ્રભુદાસ ચોકમાં આવેલ મઢુલી પાસે બાતમીના આધારે સ્ટેટ વીજીલન્સની ટીમે રેઇડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે 4 શખસને ઝડપી લીધા હતા, જયારે 8 શખસ ફરાર થઇ ગયા હતાં. પોલીસે વાહન દાનો જથ્થો વગેરે મુદ્દામાલ કબજે લઇ આરોપીઓની ધરપકડ કરી હતી. અને સ્થાનિક પોલીસને હવાલે કર્યો હતો.

 


મળતી વિગતો અનુસાર શહેરના પ્રભુદાસ ચોકની મઢુલી પાસે ગત શનિવારે મોડીરાત્રીના 3 કલાકના સમયે સ્ટેટ વીજીલન્સ - ગાંધીનગરની ટીમે ચોકકસ બાતમીના આધારે રેઇડ કરી હતી અને વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખસને ઝડપી લીધા હતાં. જેમાં આરોપી દિક્ષીત વિનયભાઇ સોની (ઉ.વ.ર8) રહે. તરવાડી, ભરત ઉર્ફે ઇન્ડીકા શાંતીભાઇ ચૌહાણ (ઉ.વ.4ર રહે. સુભાષનગર, હાલ ખોડીયારનગર, પેટ્રોલ પંપ પાછળ, ભાવનગર), હરેશ મનસુભાઇ સોડીયા (ઉ.વ.ર4 રહે. પ્રભુદાસ ચોક, ચંદદ્રય ટેનામેન્ટ, ભાવનગર) અને બુધા ઉર્ફે બુધો પોપટભાઇ મકવાણા (ઉ.વ.38 રહે. વાપરી રોડ, લાઠીયાના ડેલા પાસુ, ભાવનગર) વગેરે શખસનો સમાવેશ થાય છે. આ શખસોને ઝડપી લઇ પોલીસે એક મોટરકાર, પ મોટર સાયકલ, વિદેશી દારૂની 390 બોટલ મળી કુલ 7,ર1, 990નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ રેઇડ દરમિયાન 8 શખસો ફરાર થઇ ગયા હતાં. રેઇડ દરમિયાન ભાગાભાગીના દ્રશ્યો જોવા મળ્યા હોવાનું ચચર્યિ રહ્યું છે. આજે રવિવારે બપોર સુધી કાર્યવાહી ચાલુ રહી હોવાનું જણાય રહ્યું છે.

 


સ્ટેટ વજીલન્સના સ્ટાફે વાહન, દાનો જથ્થો વગેરેમ ુદ્દામાલ કબજે લઇ ચારેય આરોપીની ધરપકડ કરી હતી. બી.ડીવીઝન પોલીસને હવાલે કયર્િ હતાં. આ બાબતે બી.ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અને ફરાર 8 શખસોને ઝડપી લેવા ચક્રોગતિમાન કયર્િ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS