સ્માર્ટફોનની ઝડપી ઉતરી જતી બેટરીથી છૂટકારો આપશે ફાસ્ટ ચાર્જિંગ લેસ પાવરબેંક

  • May 22, 2020 12:24 PM 223 views

 

સ્માર્ટ ફોન સિવાય હવે પાવર બેન્કને લઈને પણ બજારમાં જંગ છેડાઈ ચૂક્યો છે જેમાં હવે કંપનીઓ એક એકથી ચડિયાતી ચાર્જિંગ ડિવાઇસ બજારમાં ઉતારી રહી છે. હવે યૂઝર્સને વ્યાજબી કિંમતવાળી પાવર બેંકમાં પણ 9000 એમએએચ બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ ઉપલબ્ધ છે. એવામાં તમે  શ્રેષ્ઠ પાવર બેંક શોધી રહ્યા હોય તો તેના માટે કેટલાક વિકલ્પો અહીં દર્શાવવામાં આવ્યા છે જેના પર આપણે એક નજર નાખીએ

 

1.Syskaની પાવર બેંક માત્ર 749 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાશે જેમાં તમને 10,000 એમએએચની લિથિયમ બેટરી, 10 વોટ ફાસ્ટ ચાર્જિંગ, માઈક્રો કનેક્ટર અને યુએસબી પોર્ટ મળશે. આ સિવાય કંપની તમને એક ચાર્જિંગ કેબલ પણ આપશે તથા પાવર બેંકનું વજન 285 ગ્રામનું છે.


2.Syska પાવર બેંકની જેમ જ તમને MI પાવર બેંકમાં પણ 10,000 એમએએચ ની બેટરી મળશે. આ સિવાય તમને પણ બેંકમાં એસી એડેપ્ટર અને 18 વોટ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળશે. આ પાવર બેંકની કિંમત 993 રૂપિયા છે.


3.Ambrane પાવર બેંકને માત્ર 799 રૂપિયા ની કિંમતમાં ખરીદી શકાય છે. તમને આ પાવર બેંક માં બારોટ ફાસ્ટ ચાર્જિંગ ની સાથે 10000 એમએએચ ની બેટરી મળશે તેની સાથે કંપની તમને એક ચાર્જિંગ કેબલ પણ આપશે આ પાવર બેંકનું વજન 127 ગ્રામ છે.


4.Gionee પાવર બેંકને માત્ર 750 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે સાથે સાથે તમને પાવર બેંક માં 15 વોટ ફાસ્ટ ચાર્જિંગ 10,000 એમએએચની બેટરી મળશે અને પાવર બેંક કનેક્ટિવીટી માટે માહિતી આપવામાં આવ્યો છે. આ સિવાય કંપની તમને એક ચાર્જિંગ કેબલ પણ આપશે. આ પાવર બેંક નું વજન 208 ગ્રામ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application