ખાતર ના ભાવ વધારાને લઇને ખેડૂતો માં આક્રોશ ભભૂક્યો

  • April 09, 2021 08:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસે ગામડે ગામડે આંદોલનની ચીમકીસરકાર દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવતાં ચારેકોરથી વિરોધના સૂર ઊઠી રહ્યા છે આ ભાવ વધારા ના પગલે ખેડૂતોને પડ્યા પર પાટું સમાન ગણવામાં આવી રહ્યું છે અને આવો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

 


ગુજરાતમાં ઇફકો દ્વારા ડીએપી ,એન.પી.કે તેમજ એનપીસી ખાતરના ભાવમાં અસહ્ય વધારો કરી દેવાતા ચારેકોરથી વિરોધના સૂર ઊઠી રહ્યા છે. ગુજરાત કિસાન સેલ, ભારતીય કિસાન સંઘ સહિતના અનેક સંગઠનોએ આ ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના ખેડૂત આગેવાન ધારાસભ્ય હર્ષદ રિબડીયા એ આ ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો ગામડે-ગામડે આંદોલન કરવાની ચીમકી આપી છે.

 


 ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ  પાલ આંબલીયા એવો આક્ષેપ કર્યો છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વખતે જ આ ખાતર નો ભાવ વધારો ઠોકી દેવાનો હતો, પરંતુ ખુદ કૃષિમંત્રીએ જે તે સમયે આ વાત નકારી ને ખેડૂતોને અંધારામાં રાખ્યા હતા.

 


કિસાન સંઘના અધ્યક્ષ વિઠ્ઠલ દુધાત્રા એ અને પ્રદેશ મહામંત્રી બાબુલાલ પટેલે જણાવ્યું હતું કે વિવિધ ખાતરોના ભાવમાં અસહ્ય વધારો કરીને કેન્દ્ર સરકાર સામે આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે ટેકાના ભાવે ખરીદીમા માંડ 8થી10 ટકા નો જ વધારો કરાય છે બીજી તરફ ખાતર સહિતના ઇનપુટ ના ભાવ વધારા સામે જણસ ના  ભાવ સમ ખાવા પુરતા વધે છે. તેવા સંજોગોમાં 2022 સુધીમાં ખેડૂતોની આવક કેવી રીતે બમણી થશે તેવો પ્રશ્ન કિસાન સંઘ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS