ધોરાજીમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત ખેડૂતો

  • March 30, 2021 08:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા ના ધોરાજી ના ખેડૂતો સિંચાઇ ના પાણી ની સમસ્યા  ને લઈ ને પરેશાન છે ધોરાજી પંથક ના ખેડૂતો એ ખરીફ પાક અને રવિ પાક નિષ્ફળ જતા  ભારે નુકસાની ભોગવવી હતી અને હવે ઉનાળુ પાક નું વાવેતર કર્યું પરંતુ કેનાલ મારફત હજુ સુધી સિંચાઇ માટે નું પાણી છોડવામાં ના આવતા ઉનાળુ પાક પણ મૂર્જાઈ જવાની ભીતિ છે ત્યારે હવે ધોરાજી ના ખેડૂતો સિંચાઇ માટે નું પાણી તાત્કાલિક છોડવા માટે માંગ કરી રહ્યા છે 


ધોરાજી પંથક ના ખેડૂતો જાણે એક સાંધે તો તેર તુટે એવી સ્થિતિ સર્જાઈ છે ધોરાજી ના ખેડૂતો એ ગત વર્ષ લોક ડાઉન અને બાદ માં ખરીફ પાક પર અતિવૃષ્ટિ અને રવિ પાક પર માવઠું થતાં ખેડૂતો નું  તૈયાર થાઈ ગયેલ પાક નિષ્ફળ ગયો હતો અને ખેડૂતો ને રાતા પાણી એ રોવાનો વારો આવ્યો હતો ખેડૂતો ને આશા હતી કે ઉનાળુ પાક માં સારું એવું ઉત્પાદન મળે એવી આશા એ ખેડૂતો એ ઉનાળુ પાક નું વાવેતર કર્યું પણ એક મહિના જેટલો સમય વિતી ગયા બાદ હજુ સુધી ઉનાળુ પાક ને પિયત માટે કેનાલ માં સિંચાઇ નું પાણી હજુ સુધી છોડવામાં નથી આવ્યું જેના કારણે પાક હવે મૂર્જય જશે એવી ખેડૂતો ને ચિંતા સતાવી રહી છે ધોરાજી પંથક માં સારા એવા વરસાદ ને કારણે ધોરાજી નજીક સૌરાષ્ટ્ર નો બીજા ક્રમ નો જળાશય ગણાતો ભાદર ૨ ડેમ  અને ફોફાળ અનેક વાર ઓવર ફલો થયો અને હજુ પણ બને જળાશયો માં પુષ્કળ પ્રમાણ માં પાણી નો જથ્થો ઉપલબ્ધ છે  ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ની ખેડૂતો પ્રત્યે ભેદભાવ ભરી નીતિ અને  સિંચાઇ વિભાગ ની અનાવડાત ને કારણે હજુ સુધી કેનાલ મારફતે ખેડૂતો ને સિંચાઇ માટે પાણી મળી શક્યું નથી અને ખેડૂતો ની મોલાત સુકાઈ જશે એવી ખેડૂતો ને ચિંતા સતાવી રહી છે અને કેનાલ સિંચાઇ આધારિત અંદાજિત ૨ હજાર હેકટર જમીન માં ઉનાળુ પાક નું વાવેતર કરનાર ખેડૂતો ચિંતા માં મુકાયા છે અને કેનાલ માં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS