બેઠક નિષ્ફળ થતાં ખેડૂતો લડાયક મૂડમાં, આધુનિક મશીનો સાથે આજથી ફરી 'દિલ્હી ચલો' માર્ચ શરુ
ભારતીય કિસાન યુનિયનના ખેડૂતો નોઇડાથી કરશે પગપાળા કૂચ
સરકાર સાથે ચાર વાટાઘાટો અનિર્ણાયક રીતે સમાપ્ત થયા બાદ આજે પંજાબ અને હરિયાણાના ખેડૂતો ફરી દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. તો બીજી તરફ નોઈડા ઓથોરિટીના મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને કિસાન યુનાઈટેડ ફ્રન્ટની બેઠક પણ નિષ્ફળ ગઈ છે. હવે ખેડૂતો નોઈડાથી ૨૩ ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. નોઈડાના મોટાભાગના ખેડૂત સંગઠનો આ અંગે એક મંચ પર આવી ગયા છે. કિસાન યુનાઈટેડ ફ્રન્ટના બેનર હેઠળ આ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તો પંજાબ અને હરિયાણાના ૧૪ હજાર ખેડૂતો આજે તેમના ૧૨૦૦ ટ્રેક્ટર સાથે ફરી આગળ વધવાનો પ્રયાસ કરશે. આજે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનવાના એંધાણ જે અનુસંધાને શમ્ભુ બોર્ડર પર પોલીસ દ્વારા સાતથી આઠ બુલેટપ્રુફ મશીનો તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત ખેડૂતોની જાહેરાત અને તૈયારીના પગલે પોલીસે પણ બંદોબસ્ત વધુ કડક બનાવી બેરિકેડની સંખ્યા વધારી દીધી છે.
ખેડૂત આંદોલનમાં નોઈડાના ખેડૂતો પણ જોડાયા
નોઈડાથી ખેડૂતો ૨૩ ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. નોઈડાના મોટાભાગના ખેડૂત સંગઠનો સરકાર વિરુદ્ધ એક થઇ ગયા છે અને કિસાન યુનાઈટેડ ફ્રન્ટના બેનર હેઠળ આ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ પહેલા મંગળવારે ખેડૂતોને સમજાવવા માટે નોઈડા ઓથોરિટીના મુખ્ય કાર્યકારી અધિકારી, ડીએમ અને એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના નેતૃત્વમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ બે થી અઢી કલાક સુધી ચાલી હતી પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું. ત્યારે આજે ભારતીય કિસાન યુનિયનની પદયાત્રાને કારણે આજે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર, ભારતીય કિસાન યુનિયન (ટીકૈત જૂથ) વિવિધ સ્થળોએથી ટ્રેક્ટર અને ખાનગી વાહનોમાં એક્સપોમાર્ટ સર્કલ, બડા રાઉન્ડબાઉટ, શારદા સર્કલ, માઉઝર બેર સર્કલથી નોલેજ મેટ્રો સ્ટેશન પર ભેગા થયા થશે અને કલેક્ટર કચેરી સુધી પગપાળા યાત્રા કાઢી પોતાનો વિરોધ નોંધાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech