કૃષિ કાયદા આંદોલનના ચાર મહિના પૂર્ણ થવા ઉપર ખેડૂત સંગઠનોએ 26 માર્ચે કર્યુ ભારત બંધનું એલાન

  • March 10, 2021 08:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે દિલ્હીમાં જુદી-જુદી બોર્ડર ઉપર છેલ્લા સો દિવસ કરતા પણ વધુ સમયથી ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. હજારોની સંખ્યામાં ખેડૂતો સરકારને એમએસપી ઉપર નવો કાયદો લાવવા અને ત્રણ બનાવેલા નવા કાયદા પરત લેવા માંગ કરી રહ્યા છે. 26 માર્ચે આ આંદોલનને ચાર મહિના પૂર્ણ થશે ત્યારે ખેડૂત સંગઠનના નેતાઓએ ભારત બંધ કરવાની જાહેરાત કરી છે.

 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ખેડૂત યુનિયન દ્વારા ૨૬ જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં પરેડ કાઢવામાં આવી હતી. જેમાં ભયાનક હિંસા થઈ હતી. ગણતંત્ર દિવસને કાળા દિવસ તરીકે ઇતિહાસમાં કોતરાયો હતો. ત્યારે હવે કોઈ નવા નુકસાનના બદલે ખેડૂતોને સરકાર સમજદારી દાખવીને નિરાકરણ લાવે જરૂરી છે.

 

ઉપરાંત ભારતીય કિસાન યુનિયન નેતા રાકેશ તિકેટે આગામી ૧૩ માર્ચે કલકત્તામાં જવાની જાહેરાત કરી છે અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે ખેડૂતોને અપીલ કરવાનું કહ્યું હતું. તે કોઈપણ રાજનૈતિક દળને સમર્થન કરશે નહીં. ખેડૂત નેતા તિકેટે કહ્યું હતું કે, તેઓ પશ્ચિમ બંગાળમાં જશે પરંતું તે વોટ માંગવા જઈ રહ્યા નથી માત્ર મોદી સરકારને હરાવવાની અપીલ કરવા માટે જ જશે એવું કહ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS