ખેડૂતોના દેવા માફી સહિતની માંગો સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ બોડેલીથી ગાંધીનગર પદયાત્રા યોજી

  • February 26, 2020 07:30 PM 32 views

  •  ખેડૂતોના દેવા માફી સહિતની માંગો સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ બોડેલીથી ગાંધીનગર  પદયાત્રા યોજી, રેલીની પરવાનગી ના અભાવે પોલીસે યાત્રા અટકાવી કિશન સંઘના પ્રમુખ અને મહામંત્રી સહિત અન્ય કેટલાક ખેડૂતોની અટકાયત કરાઈ
  •  છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેથી ભારતીય કિસાન સેના અને લાયનસેના દ્ધારા ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોડેલી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ દેવા માફી, ૨૪ કલાક વીજળી સહિતની ખેડૂત લક્ષી ૧૧ માંગ સાથે ગાંધીનગર સુધી પગપાળા જવાનો કાર્યક્રમ આજે યોજાયો હતો. પોલીસ દ્વારા યાત્રાની પરવાનગી આપી ના હોવાથી પોલીસે યાત્રાને બોડેલીમાં જ અટકાવી દીધી અને ૧૭  જેટલા આગેવાનોની અટકાયત કરી છે.