BREAKING NEWS

ખેડૂતો કેરબામાં ડિઝલનો સંગ્રહ કરવા મજબૂર

  • May 25, 2026 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડૂતો કેરબામાં ડિઝલનો સંગ્રહ કરવા મજબૂર

​​​​​​​કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા દસથી બાર દિવસમાં ચોથી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ સોશ્યલ મીડીયામાં અનેક લોકો દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, તેના કારણે શહેર તેમજ હાઇવે પરના પેટ્રોલપંપો પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.

 ઉપરોકત તસ્વીરમાં જોવા મળે છે કે જામનગર શહેરના પેટ્રોલપંપ પર માત્ર વાહનો કે ટ્રેકટરો જ નહિ પરંતુ ખેડુતો ટ્રેકટરની ટ્રોલીમાં બેરલ ભરીને ડીઝલનો જથ્થો સંગ્રહ કરવા માટે પહોંચી રહ્યા છે. આગામી દિવસોમાં હજુ ભાવ વધશે અથવા પુરવઠો ઠપ્પ થઇ જશે તો ખેતીકામ અટકી પડશે તેવા ડરથી હાલ ખેડુતો તથા વેપારીઓ ડીઝલ તેમજ પેટ્રોલનાં જથ્થાનો સંગ્રહ કરી રહ્યા છે એવા દ્રશ્યો જોવા મળે છે. છેલ્લા એક અઠવાડિયાથી શહેરના કેટલાક પંપો પર ડીઝલનો જથ્થો  નથી તેવા બોર્ડ મારવામાં આવ્યા હતા. સરકાર દ્વારા જાહેર કરાયુ છે કે હાલ ડીઝલ જથ્થાનો પુરતો જથ્થો છે પરંતુ પેટ્રોલપંપ સંચાલકો દ્વારા જથ્થો નથી  ના બોર્ડ અનેક જગ્યાએ મારવામાં આવ્યા છે તો હકીકત શું ? 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application