આ અભિનેત્રી સામે તેના ચાહકે અભદ્ર શબ્દ પ્રયોગ કર્યો, ભડકેલી અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામને યુઝરને બ્લોક કરવા અપીલ કરી

  • June 24, 2020 09:50 AM 1234 views

 

 

કસોટી જિંદગી કી મા કોમલિકા બાસુની ભૂમિકા નિભાવનાર પ્રસિદ્ધ અભિનેત્રી ઉર્વશી ધોળકિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, તે પોતાના ચાહકને પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે,જોકે ઘણી વખત ફ્રેન સોશિયલ મીડિયા પર પોતાની મર્યાદા ચૂકી જતા હોય છે, જેનો જવાબ આપવો સેલિબ્રિટી માટે જરૂરી બની જાય છે.

 

હજુ થોડા દિવસો પહેલાં ઉર્વશી ધોળકિયાની એક પોસ્ટ પર એક યૂઝરે અભદ્ર ટિપ્પણી કરી હતી. તેણે ઉર્વશીને ગોલ્ડ ડીગર કહી હતી ત્યારબાદ તેનો સ્ક્રીનશોટ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, સાથે જ ઇન્સ્ટાગ્રામ અને અપીલ કરી હતી કે આ યુઝરને બ્લોક કરી દેવામાં આવે.


ઉર્વશીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ મને એવું લાગી રહ્યું છે કે અત્યારે સાચો સમય છે કે આ વ્યક્તિ ને ડીલીટ કરી દેવામાં આવે આવા હલકા માણસને સોશિયલ મીડિયા પર બ્લોક કરવા જરૂરી હોય છે આભાર.! ઉર્વશી ધોળકિયા નું નામ અભિનેત્રીઓમાં આવે છે કે જેઓ હંમેશા પોતાનો મત ખોલીને સોશિયલ મીડિયા પર રજૂ કરતી હોય છે.

 

ઉર્વશીએ પોતાની કારકિર્દીની શરૂઆત વિજ્ઞાપન દ્વારા કરી હતી. છ વર્ષની ઉંમરમાં સાબુની એડ ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યારબાદ ટીવી સીરીયલ દેખ ભાઈ દેખ માં નજરે પડી હતી જેમાં તેણે શિલ્પાની ભૂમિકા ભજવી હતી. ઉર્વશી બિગ બોસ સીઝન 6માં જે પડી હતી, અને દર્શકોએ તેને ઘણી પસંદ પણ કરી હતી.

 

ઉર્વશીએ ઘણી નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા. માત્ર 17 વર્ષની ઉંમરમાં તે જોડિયા બાળકો સાગર અને ક્ષિતિજની માં બની હતી. એકતા કપૂરની સિરિયલ કસોટી જિંદગી કી માં દર્શકોની વચ્ચે તેણે અલગ ઓળખ ઊભી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application