ભાવનગર જિલ્લામાં આવેલ પ્રસિધ્ધ તીર્થ સ્થાન કોરોનાના સંક્રમણને કારણે બંધ

  • April 12, 2021 11:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતી કાલ 13 એપ્રિલ મંગળવારથી બીજો નિર્ણય ન થાય ત્યાં સુધી બગદાણાધામ તથા મહુવા ભગુડા મોગલધામ અને ઉંચા કોટડા બંધ 

 

સમગ્ર ગુજરાતની સાથે સાથે ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધવાના કારણે ગુરૂઆશ્રમ બગદાણા મંદિર જ્યાં સુધી બીજો નિર્ણય ન થાય ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે.

 

 

ગુરૂ આશ્રમ બગદાણા 13 એપ્રિલ મંગળવારથી જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી ગુરૂઆશ્રમ બગદાણા મંદિર દર્શન વિભાગ, ભોજનશાળા તથા ધર્મશાળા દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી છે. બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાન તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે. જેમાં લોકોએ બિન જરૂરી બહાર ન નીકળવા, સામાજિક અંતર રાખવું તથા માસ્ક ફરજીયાત પેહરવું તેમજ વારંવાર હાથને સાબુથી સાફ કરતા રહેવું, અને સરકારની ગાઈટ લાઈન પ્રમાણે ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુવા ભગુડા મોગલધામ કાલ 13 એપ્રિલથી અચોકક્સ મુદત માટે બંધ કરવામાં આવ્યું છે તેમ જય મોગલમાં ધામ ચેરીટેબલ ટ્રસ્ટ ભગુડા દ્વારા જણાવવામાં આવ્યું છે. આ જ રીતે ઉંચા કોટડા ચામુંડા માતાજીના મંદિરે પણ ૧૫મીથી વિવિધ વિભાગો બંધ રહેશે તેમ જાણવા મળ્યું છે.

 
 
   

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS