કપિલ શર્મા સાથે આ પ્રખ્યાત વ્યક્તિએ કર્યું 5.7 કરોડ રૂપિયાનું ફ્રોડ, ક્લિક કરીને જાણો વિગતો

  • January 13, 2021 09:14 AM 812 views

પ્રખ્યાત કાર ડિઝાઇનર દિલીપ છાબરીયાની મુશ્કેલી વધી રહી છે. કોમેડી કિંગ કપિલ શર્મા સાથે છેતરપિંડી કરવાના કેસમાં તેને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. છબરિયાની પ્રથમ 29 ડિસેમ્બરે કાર ફાઇનાન્સ અને ડ્યુઅલ રજીસ્ટ્રેશ રેકેટના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને 7 જાન્યુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.
 

આ કેસ સિવાય કપિલ શર્માએ તેમની ઉપર ઘણા આક્ષેપો પણ કર્યા છે. કપિલના જણાવ્યા પ્રમાણે દિલીપે તેની સાથે 5.7 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ છેતરપિંડી વેનિટી વેનના સંદર્ભમાં કરવામાં આવી છે. કપિલ તેમની પાસેથી વેનિટી વાન લઈ રહ્યો હતો. આ મામલો વાર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. હવે તેને ફરી એક દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application