તારાપુર અકસ્માતમાં ભોગગ્રસ્ત પરિવારને મોરારીબાપુ દ્વારા રૂ. 45 હજારની સહાય

  • June 18, 2021 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના આદમજીનગર નારી ચોકડી પાસે અને વરતેજ તથા સીદસર ખાતે રહેતો પરિવાર મહારાષ્ટ્રના માલેગાવથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરી ઈકો કારમાં ભાવનગર પરત ફરી રહ્યાં હતા. જેમાં વહેલી સવારે તારાપુર નજીક ઈન્દ્રણજ પાસે મોરબીથી ટાઈલ્સ ભરી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી ટ્રકે મારૂતિ ઈકો કાર સાથે અથડાવતા ગખ્વાર અકસ્માતમાં બે બાળા સહિત નવ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજતાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. જેમાં માર્યા ગયેલા તમામ હતભાગી લોકોના પરિવારજનોને મોરારિબાપુ દ્વારા સાંત્વના રૂપે રૂપિયા 5 -5 હજારની સહાનુભૂતિ રાશી મોકલવામાં આવેલી છે. જેની કુલ રકમ રૂ.45 હજાર થાય છે. રામકથાના શ્રોતા દ્વારા આ રાશી પહોંચતી કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application