રાજકોટમાં ફાયનાન્સરનું કૌટુંબિક સગીર બહેન પર દુષ્કર્મ: ગર્ભવતી બનાવી

  • June 19, 2021 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મિત્રએ સગીરાને કરેલા મેસેજના સ્ક્રીન શોટ પાડી લીધા બાદ તેના ફોટા બતાવી ધમકાવાનું શરૂ કયુ: અલગ–અલગ સ્થળે લઈ બે વખત દુષ્કર્મ આચરી ધો.૧૨માં અભ્યાસ કરતી સગીરાને પાંચ માસનો ગર્ભ રાખી દીધો: આરોપી સામે દુષ્કર્મ, અપહરણ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધતી પોલીસ

 


શહેરના કોઠારીયા રોડ પર સ્વાતિ પાર્કમાં રહેતા અને ફાઇનાન્સ નું કામ કરનાર ભૌતિક ઉર્ફે રવિ નામના શખસે ૧૭ વર્ષની ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી કૌટુંબિક સગીર બહેન પર દુષ્કર્મ આચરી પાંચ માસનો ગર્ભ રાખી દીધાની ફરિયાદ આજીડેમ પોલીસ ચોપડે નોંધવવમાં આવી છે.

 


આરોપીના મિત્રે સગીરાને કરેલા મેસેજના સ્ક્રીનશોટ પાડીને બાદમાં તેના ફોટા સગીરાને દેખાડી તેણીને ધમકાવી અલગ અલગ સ્થળે લઈ જઇ બે વખત તેના પર દુષ્કર્મ આચયુ હતું. પોલીસે આ મામલે આરોપી સામે દુષ્કર્મ અપહરણ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.

 


આજીડેમ પોલીસ મથકમાં સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રણુજા મંદિર પાસે કોઠારીયા રોડ પર સ્વાતિ પાર્કમાં રહેતા અને મવડી વિસ્તારમાં ફાઇનાન્સની ઓફિસ ધરાવનાર ભૌતિક ઉર્ફે રવિ પ્રવીણભાઈ જેઠવા(ઉ.વ ૨૩)નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવેલ હકીકત મુજબ ફરિયાદીની ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી ૧૭ વર્ષની પુત્રીને આરોપી ભૌતિકના મિત્ર સમીરે મોબાઇલમાં મેસેજ કર્યા હોય જે મેસેજના સ્ક્રીનશોટ ભૌતિકએ પાડી લીધા હતા બાદમાં ભૌતિક સ્ક્રીનશોટના ફોટા સગીરાને બતાવી તે જેમ કહે તેમ નહીં કરે તો આ ફોટા તેના પિતાને દેખાડી બદનામ કરવાની ધમકી આપતો હતો. બાદમાં સગીરા તથા તેની માતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સગીરાને છેએક માસ પૂર્વે અલગ–અલગ સમય અલગ અલગ સ્થળે લઈ જાય તેના પર બે વખત દુષ્કર્મ આચયુ હતું.આરોપીએ આચરેલા આ કૃત્ય બદલ સગીરા ગર્ભવતી બની ગઈ હતી. અને હાલ તેણીને પાંચ માસનો ગર્ભ છે.

 


બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આરોપી ભૌતિક ઉર્ફે રવિ પરિણીત છે અને સગીરા તેની કૌટુંબિક બહેન થાય છે.છતાં તેણે તેની સાથે ન કરવાનું કરી નાખતા નરાધમ પ્રત્યે ફિટકારની લાગણી વરસી જવા પામી છે. પોલીસે સગીરાની માતાની ફરિયાદ પરથી આરોપી સામે આઇપીસીની કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(૨)(એન),૫૦૬(૨) તથા પોકસો એકટની કલમ ૫(જે)(૨) તથા ૬ મુજબ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.બનાવની વધુ તપાસ આજીડેમ પોલીસ મથકના પી.આઈ વી.જે.ચાવડા ચલાવી રહ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS