મોરબી નજીક લૌકિકવારે આવેલ પરિવારને નડયો અકસ્માત: એકનું મોત

  • March 23, 2021 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  મોરબીના ઊંટબેટ શામપર ગામ નજીક આજે છોટા હાથી પલટી મારી ગયું હતું જે અકસ્માતમાં રાજકોટથી લૌકિકવારે આવેલ એક મહિલાનું મોત થયું હતું જયારે અન્ય આઠ વ્યક્તિને ઈજા પહોંચી હતી.


બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ઉંટબેટ શામપાર ગામે લૌકિકવિધિએ આવેલા રાજકોટ અને અન્ય ગામના સગા પરત જતા હોય ત્યારે છોટા હાથી પલટી મારી ગયું હતું જે અકસ્માતમાં મંજુબેન દિલીપભાઈ સાકરિયા (ઉ.વ.૬૦) નામની મહિલાનું મોત થયું હતું જયારે છોટા હાથીમાં સવાર ચંપાબેન બચુભાઈ જંજવાડિયા, મગન સવજીભાઈ જંજવૈદ્ય, રતિલાલ વેલજીભાઈ કોળી, શોભનાબેન નાથાભાઈ જંજવાડિયા, હેમીબેન પ્રભુભાઈ સુરેલા, જયાબેન કોળી, જશુબેન મગનભાઈ જંજવાડિયા અને હંસાબેન જયંતીભાઈ ને ઈજા પહોંચતા મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા જે પૈકી ગંભીર ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS