The Family Man 2 પર તમિલનાડુમાં વિરોધ બાદ મેકર્સે કહ્યું, કેટલાક શોટ્સ જોઈ ધારણા ન બનાવો, પહેલા જોઈ તો લો....

  • May 26, 2021 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ ફેમિલી મેન 2નું ટ્રેલર લોન્ચ થયા બાદ તેનો વિરોધ શરુ થયો છે. તેના પર મેકર્સ રાજ અને ડીકેએ એક સ્ટેટમેંટ જાહેર કર્યું છે. આ વેબ સીરીઝમાં મનોજ વાજપેયી પણ છે. લોકોને આ ટ્રેલર ખૂબ પસંદ આવ્યું છે પરંતુ તમિલનાડુની છબી ખરાબ કર્યા મામલે તેનો વિરોધ થઈ રહ્યો છે. સાથે જ તેને બૈન કરવાની માંગ કરી છે. 

 

મેકર્સે તેવામાં સ્ટેટમેન્ટ આપ્યું છે કે, ટ્રેલરના કેટલાક શોટ્સના આધાર પર ધારણા બનાવી લેવામાં આવી છે. અમારી લીડ ટીમના ઘણા સભ્યો અને ક્રિએટિવ અને રાયટિંગ ટીમના મહત્વના સભ્યો તમિલિયન છે. જે તમિલ લોકોની ભાવના, કલ્ચરથી અવગત છે.

 

મહત્વનું છે કે સોમવારે તમિલનાડુ સરકારે પણ શોનો વિરોધ કર્યો હતો અને લોકોનો સાથ આપ્યો હતો. લોકો માંગ કરી રહ્યા છે કે વેબ સીરીઝ બૈન કરવામાં આવે અને કેન્દ્ર સરકાર તેમાં હસ્તક્ષેપ કરે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS