પરિવાર, સમાજમાં સારું વર્તન પણ ભકિત છે–સદગુરૂ માતા સુદીક્ષાજી

  • February 12, 2020 11:21 AM 36 views

નિરંકારી મિશનના પ્રમુખ સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે જણાવ્યું હતું કે, આપણે આ ધરતી ઉપર અવતર્યા છીએ ત્યારે ધરતીની સુંદરતા વધારવાની છે, ભકિત કરવા સંસાર છોડવાનો નથી, ઉઠતા, બેસતા દરેક સમયે પરિવાર, સમાજ સાથે સારું વર્તન કરવું એ પણ ભકિત છે.સંસારમાં શાંતિ–ભાઈચારાના ઉદેશય સાથે સ્થપાયેલા સતં નિરંકારી મિશનના પ્રમુખ સદગુરૂ માતાજી સુદીક્ષાજી મહારાજ ગુજરાતની કલ્યાણ યાત્રાએ નીકળા છે, ત્યારે ગઈકાલે રાજકોટ રેલનગર વિસ્તારમાં માધાપર–મોરબી હાઈ–વે નજીક પેટ્રોલ પપં સામે વિશાળ મેદાનમાં ગઈ સાંજે યોજાયેલા સતં સમાગમમાં સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજનું સાંજે પાંચ વાગે આગમન થતાં રાજકોટ ઉપરાંત જામનગર, સુરેન્દ્રનગર, મોરબી સહિતના વિસ્તારોમાંથી ઉમટી પડેલા હજારોની સંખ્યામાં અનુયાયીઓએ ધન્ય નિરંકારજીના નાદ સાથે ભવ્ય અભિવાદન, સ્વાગત કયુ હતું.

 

તેમજ પ્રત્યક્ષ વંદના કરી હતી. જે દરમિયાન રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિતના શહેરોના અનુયાયી ભાઈઓ, બહેનો, બાળકો દ્રારા ગીત, પદ, ભજન, કવિતાઓ અને વિચારો મારફત અદભૂત સત્સંગ, ભકિત રસ પિરસાયો હતો. ત્યારબાદ નિરંકારી મિશનના પ્રમુખ સદગુરૂ સુદીક્ષાજી મહારાજે તેમના પ્રવચનમાં ઉપરોકત ઉદગારો વ્યકત કરવા ઉપરાંત જણાવ્યું હતું કે, સત્સંગના અનેક અર્થ છે, તેમાં માનવીના મનનો બદલાવ પણ જરૂરી છે, આ સંસારમાં આપણું આગમન થયું છે, તો જીવન પુરૂ થતાં ચાલ્યા ગયા એ પુરતું નથી, સંસારમાં આવ્યા બાદ આપણે આપણી ખાસ ઓળખ ઉભી કરવી જોઈએ અને સંત, મહાત્મા અને અન્ય માનવીને પણ ઓળખવા જોઈએ તે માટે બ્રહ્મજ્ઞાન પણ જરૂરી છે.

 

તેમાંય બ્રહ્મજ્ઞાન બાદ ભકિતનું મહત્વ ખૂબજ વધી જાય છે.ગુજરાત કલ્યાણ યાત્રા દરમિયાન સદગુરૂ માતાએ વધુમાં જણાવ્યું હતું કે, માનવીએ પોતાના હૃદયમાં પ્યાર, દયા, કરૂણા, નમ્રતા સાથે જિંદગીની દરેક પળ માણવી જોઈએ. તેમાં પણ અહંકાર અને ઈર્ષાભાવ દુર કરીને સદગુણો જીવનમાં અપનાવવા જોઈએ, આપણે માનવી બનીને જીવવાનું છે, અને જીવનમાં શું અપનાવવાનું છે, શું ત્યજી દેવાનું છે, એ આપણા સંતો વર્ષેાથી કહેતા આવ્યા છે, તે મુજબ દરેક માનવીના જીવનમાં સત્સગં અને સનમતિમાં વધારો કરવા આપણને નિરંકાર સાથે જોડવાનો અવસર મળ્યો છે, ત્યારે બ્રહ્મજ્ઞાન દ્રારા સંસારમાં બધું જ શકય છે, તેમાં એક સાથે જોડાઈને હરએક સાથે એકત્વ પ્રા થાય છે, દાતાર દરેક માનવી ઉપર કૃપા વરસાવે અને દરેકનું જીવન ભકિતમય બને.સતં નિરંકારી સદગુરૂ સુદીક્ષાજી મહારાજની સન્મુખ યોજાયેલા સતં સમાગમ અને કાવ્ય, ભજન, કીર્તન, ભકિતરસમાં ઉપસ્થિત હજારો અનુયાયીઓ તલ્લીન બની ગયા હતા, જે દરમિયાન પૂર્વ ઝોનલ ઈન્ચાર્જ અરજનદાસ કેશવાણી, સુરેન્દ્રનગરના નિકુલ અડવાણી, સુનિલ ટેકવાણી, રાજેશ કશવાણીજી સહિતના સાધુ–સંગત વિચારો વ્યકત કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application