Facebookના યૂઝર્સ માટે ઉપલબ્ધ છે કમાણી કરવાની તક, જાણો સરળ રીત

  • July 18, 2021 09:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફેસબુક યુઝર્સ માટે એક સારા સમાચાર સાંપડી રહ્યા છે. માર્ક ઝુકરબર્ગના જણાવ્યા પ્રમાણે facebook વર્ષ ૨૦૧૨ના અંત સુધીમાં facebook creatorsને 1 બિલિયન ડોલર સુધીની રકમ ચૂકવવા માટેનો કાર્યક્રમ ઘડી રહ્યું છે. પોતાના પ્લેટફોર્મ પર ઈનફ્લુએન્સર્સને પ્રોત્સાહનના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાશે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર સોશ્યલ નેટવર્ક કંપની facebook એ જણાવ્યું છે કે એક મિલિયન ડોલર તમામ પ્રકારના ક્રિકેટર્સ વચ્ચે ફાળવવામાં આવશે. જેનાથી ઈન્ફ્લુએન્સરને ફેસબુક પર કન્ટેન્ટ બનાવવા અને પોસ્ટ કરવામાં મદદ મળશે. ઈનફ્લુએન્સર ખાસ facebook અને instagram સુવિધાનો ઉપયોગ કરીને પૈસા કમાઈ શકશે. 

 

મહત્વનું છે કે છેલ્લા એક વર્ષ માટે કંપનીઓ વચ્ચે કટ્ટર સ્પર્ધા શરૂ થઈ ગઈ છે જેને પગલે તેઓ online content creatorsને પ્રોત્સાહિત કરવામાં વ્યસ્ત બન્યા છે. જેમાં ટિકટોક અને youtube સહિતની કંપનીઓ સામેલ છે. ફેસબુકના જણાવ્યા પ્રમાણે વર્ષના અંત સુધીમાં instagram અને ફેસબુક પર પોતાના બોનસની ટ્રેક કરવા માટે ખાસ પ્લેસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

 

ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી કે જ્યારે ફેસબુકે પોતાના પ્રોડક્ટનો ઉપયોગ બદલ creators ને પૈસા આપવાની વાત કહી હોય. કંપનીએ આ પહેલા IGTV, YouTubeની જેમ લાંબા વિડીયો અને રિલ્સ જેવી સુવિધા પણ શરૂ કરી છે જે tiktokની જેમ કામ કરે છે. ડિસેમ્બરમાં ફેસબુકે બ્લેક ગેમિંગ સમુદાયને આવતાં બે વર્ષમાં 10 મિલિયન ડોલરનું રોકાણ કરવાનું વચન આપ્યું હતું. નવેમ્બરમાં સ્નેપ ચેટે સ્પોટલાઈટ ફિચર પર પોસ્ટ કરતાં કન્ટેન્ટ ક્રિએટર્સને દરરોજ 1 મિલિયન ડોલર આપવાનું શરૂ કર્યું હતું. જે ટિક ટોકની જેમ જ કામ કરે છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS