Facebook Shops ફીચર લોન્ચ, નાના વેપારીઓ ફ્રીમાં વોટ્સએપ, મેસેન્જરમાં Online કરી શકશે પ્રોડક્ટનું વેચાણ

  • May 21, 2020 01:11 PM 412 views

 

ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે Facebook Shopsની ઘોષણા કરી છે. તેનાથી વેપારીઓ પોતાના પ્રોડક્ટસ ફેસબુક, ઈંસ્ટાગ્રામ પર લિસ્ટ કરી શકશે. કંપનીએ જાણકારી આપી છે કે ફેસબુક શોપ્સ ફ્રી હશે તેનાથી વેપારીઓ પોતાના પ્રોડક્ટ પોતાના ફેસબુક પેજ, ઈંસ્ટાગ્રામ પ્રોફાઈલ કે સ્ટોરીમાં એડ કરી શકશે. 

 

ફેસબુક શોપ્સની મદદથી વેપારીઓ પોતાના પ્રોડક્ટ્સ વોટ્સએપ, મેસેન્જર અને ઈંસ્ટાના ડાયરેક્ટ મેસેજ વડે પણ વેંચી શકશે. આ ઉપરાંત વેપારીઓ ફેસબુક અને ઈંસ્ટાગ્રામના લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન પ્રોડક્ટસને ટેગ પણ કરી શકશે. ગ્રાહક ટેગ પર ક્લિક કરશે એટલે તેઓ પ્રોડક્ટના મેન પેજ પર પહોંચી જશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application