લોકડાઉનના સમયનો કરો સ્કીન કેરમાં ઉપયોગ, ચમકી જશે ચહેરો

  • March 28, 2020 11:54 AM 1014 views

 

હાલ લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે તેવામાં દરેક વ્યક્તિ પાસે સમય જ સમય છે. આ સમય પરીવારના સભ્યો સાથે પસાર કરવાની સાથે તમે સ્કીન કેર કરીને પણ પસાર કરી શકો છો. આમ કરવાથી ત્વચા તો સુંદર થશે જ પરંતુ તેની સાથે સમયનો સદઉપયોગ થશે. આજે તમને એવા ફેસપેક વિશે જણાવીએ છીએ જે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી જ બની જશે. એટલે કોઈ વસ્તુ લેવા માટે પણ તમારે બહાર જવાની જરૂર નથી. 

 

ફેસપેક બનાવવા માટે તમારે 2 ચમચી દહીં, 3 ચમચી કાકડીનો રસ, 1 ચમચી મધ, 1 ચમચી તુલસીનો રસ અને ચપટી હળદર એક વાટકીમાં મીક્સ કરવાની છે. આ વસ્તુઓને મીક્સ કરી પેસ્ટ તૈયાર કરો અને તેને ચહેરા તેમજ ગરદન પર લગાવો. આ ફેસપેકને 10 મિનિટ લગાવી રાખો અને ત્યારબાદ ચહેરો સાફ કરી લો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application