પાર્ટનરના વધુ આક્રમક સ્વભાવના લીધે લગ્ન બહારના સંબંધ વિકસિત થાય છે, 78.6 ટકા લોકોએ સ્વીકાર્યું : મનોવિજ્ઞાન ભવનનો સર્વે

  • August 22, 2023 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાર્ટનરના વધુ આક્રમક સ્વભાવના લીધે લગ્ન બહારના સંબંધ વિકસિત થાય છે, 78.6 ટકા લોકોએ સ્વીકાર્યું : મનોવિજ્ઞાન ભવનનો સર્વે

દિવસેને દિવસે દંપત્તિઓમાં લગ્ન વિક્ષેપ જોવા મળે છે. કોઈ નાની વાતમાં પણ લગ્ન સબંધ તૂટી જવાની અણીએ ઉભો હોય છે. લગ્ન સમાયોજન કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થયેલો જણાય છે. આ અંગે સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની વાઘેલા આરાધના અને ટાંક પ્રતિક્ષાએ અધ્યાપક ડો.ધારા આર દોશીના માર્ગદર્શન હેઠળ 980 લોકો પર આ સર્વે કરવામાં આવ્યો છે.


આજના સમયમાં વ્યક્તિઓમાં લગ્ન વિક્ષેપ થવાના કારણોમાં વ્યકિતની એકલતા, ઘરની જવાબદારી, રોજનો કંકાશ, બાહ્ય વ્યકિતથી આકર્ષણ, શારીરિક અસંતોષ, પોતાના પાર્ટરન સાથેના ભાવાત્મક જોડાણનો અભાવ વગેરે જેવા કારણો જવાબદાર હોય શકે. લગ્ન વિક્ષેપ થવાનું કોઈ એક કારણ હોતું નથી. આજની જીવનશૈલી પ્રમાણે જે છે એમાં જીવી લેવું અને ભવિષ્ય ની ચિંતા કરતા નથી. લગ્ન વિચ્છેદ અંગેના શક્ય કારણો વિશે લોકોના મંતવ્યો જાણવાનો પ્રયત્ન આ સર્વે દ્વારા કરવામાં આવ્યો.


- લગ્ન વિક્ષેપમાં વધુ પડતા ઝગડાના કારણે પતિ પત્ની વચ્ચે અણગમો થઈ રહ્યો છે. જેમાં 89.7 % લોકોએ સહમતી દર્શાવી છે.   


- પાર્ટનર તરફથી યોગ્ય પ્રેમ અને સમયના અભાવે લગ્ન બહારના સંબંધ વધી શકે તેમાં 84.8% લોકોએ સહમતી દર્શાવી છે. 


- પાર્ટનરમાં વધુ આક્રમક સ્વભાવના લીધે લગ્ન બહારના સંબંધ વિકસિત થઈ શકે તેવું 78.6% લોકો સહમતી દર્શાવી છે .


- શારીરિક જરૂરિયાતનો અસંતોષ લગ્ન બહારના સંબંધ વિકસવાનું કારણ હોઈ શકે જેમાં 73.1% લોકો સહમતી દર્શાવી હતી.


- પતિ-પત્ની લાંબા સમયથી એકબીજાથી દૂર હોય તેમાં 60.3% લોકો સહમતી દર્શાવે છે.


- આર્થિક જરૂરિયાત લગ્નેતર સંબંધનું કારણ બની શકે જેમાં 62.8%લોકો એ સહમતી દર્શાવી.


- પૂર્વે ગમેલ વ્યક્તિ જેવા લક્ષણો પતિ પત્નીમાં ન હોય ત્યારે લગ્નોતર સંબંધ વિકસી શકે જેમાં 74.3%લોકો એ હા જણાવ્યું.


- ખોટા અહમના કારણે લગ્નેતર સંબધ વિકસિત થાય છે જેમાં 77.8 % લોકોએ સહમતી દર્શાવી.


- પોતાના પાર્ટનર કરતા સારા પાર્ટનરની શોધ લગ્નેતર સંબંધનું કારણ બની શકે છે જેમાં 63.4% લોકોએ સહમતી દર્શાવી. 


- લગ્ન પછી એ જ વ્યક્તિમાં દોષ દેખાય ત્યારે લગ્નેતર સંબંધ વિકસિત થઈ શકે જેમાં 66.6% લોકો એ હા જણાવ્યું.


- બાંધેલી ધારણા મુજબ પાર્ટનર ન હોય ત્યારે લગ્નેતર સંબંધ વિકસિત થાય છે જેમાં 78.6% લોકોએ સહમતી દર્શાવી.


- લગ્નેતર સંબંધ એ આજકાલની ફેશન બની ગઈ છે જેમાં 72.4% લોકોએ હા જણાવ્યું.


- લગ્નોતર સંબંધએ ઘણા વ્યક્તિઓનો સ્વભાવ જ બની ગયો છે. જેમાં 70.3% લોકો એ સહમતી દર્શાવી છે. 


પતિ-પત્ની આ બાબતો સમજવી જરૂરી

પતિ પત્નીના ઝગડા દૂર કરવા માટે પતિ અને પત્ની બંનેએ પરિસ્થિતિને સમજવી અને પરિસ્થિતિને સ્વીકારવાનો પ્રયાસ કરવો.


પતિ પત્ની બંનેએ પોતાની રોજબરોજની  વ્યસ્ત સ્થિતિમાંથી એકબીજા માટે સમય કાઢવો અને પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે પ્રયાસ કરતા રહેવો. 


વ્યક્તિએ પોતાના પાર્ટનર પ્રત્યે પ્રેમ ભાવ અને હુંફાળુ વાતાવરણ ઉભુ કરવું જોઈએ.


આક્રમક સ્થિતિમાં પોતાના પાર્ટનર પ્રત્યેની કાળજી જાળવવી જોઈએ અને તેની લાગણીને ઠેશ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ. 


પતિ પત્નીએ પોતાની આર્થિક સ્થિતિ સમજવી જોઈએ અને પરિસ્થિતિનો સ્વીકાર કરવો જોઈએ.


જ્યારે આર્થિક રીતે નબળા પડીએ ત્યારે તેમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવા જોઈએ નહિ કે પોતાના પાર્ટનર પ્રત્યે અણગમો ઉત્પન્ન કરવો જોઇએ. 


આજ કાલના સમયમાં ઘણા બધા એવા કારણો અને પરિસ્થિતિઓ સર્જાય છે કે જેના લીધે પતિ પત્ની પોતાના પાર્ટનર પ્રત્યે અણગમો ઉત્પન્ન કરે છે અને કોઈ અન્ય વ્યક્તિ પાસે પોતાના પાર્ટનર પ્રત્યેનું સુખ શોધવા જાય છે પરંતુ પતિ પત્નીએ એવું ન કરવું જોઇએ અને તે પરિસ્થિતિ અને કારણો સર્જાય છે તેને દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ અને બને ત્યાં સુધી પોતાના પાર્ટનરનો સાથ સહકાર અને સપોર્ટ કરવો જોઈએ.


માતા પિતાએ પણ પોતાનું સંતાન કોઈ અન્યને પ્રેમ કરે છે કે નહીં તેની જાણ હોય તો કોઈ બીજા સાથે ફોર્સથી લગ્ન ન કરાવવા નહિતર ઘણી જીંદગીઓ બગડી જાય છે.


લગ્ન જીવનમાં સમસ્યાઓ થાય તો મેરેજ કાઉન્સેલરની સલાહ લેવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application