સુરેન્દ્રનગરના વસ્તડીમાં બેફામ ખનીજ ચોરી થતા ખેડૂતોને વ્યાપક નુકસાન

  • June 09, 2021 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર રેતી ચોરીનો કાળો કારોબાર ચાલી રહયો છે. ત્યારે ખાણખનીજ ખાતુ થોડા ઘણા કેસ કરીને કાગળ ઉપર સબ સલામત હોવાનો રિપોર્ટ કરી પોતાની કામગીરી બતાવી સંતોષ માની રહ્યું છે. આવા સમયે વસ્તડી ગામમાં ચાલતી રેતી ચોરોનો ધંધો ખેડૂતો માટે આફત બની ગયો છે. આ બાબતે ગામના સરપંચે લેખિત રજૂઆત કરીને રેતી ચોરી અટકાવી ખેડૂતોને થતું નુકસાન બંધ કરાવવાની માગણી કરી છે. જિલ્લામાં વહેતી નદીઓ અને ભોગાવોમાં રેતીનો અખુટ ભંડાર આવેલો છે. સરકાર દ્વારા આવક ઊભી કરવા માટે રીતેની લીઝ તો આપવામાં આવે છે પરંતુ તેમ છતાં જિલ્લાની મોટાભાગની નદીઓ જળાશયોમાં તેની ચોરીની કાળો કારોબાર ચાલી રહ્યો છે. જેમાં ખાણખનીજ વિભાગના અધિકારીઓના પણ કાળ હાથ હોવાની વાતો જગ જાહેર છે. આવા સમયે વસ્તડીમાં ચાલતું રેતી ચોરીનું કૌભાંડ ખેડૂતો માટે આફત બની ગયુ છે. ગામના સરપંચ રેખાબા અજીતસિંહ તથા પાણી સમિતિના જી.ડી.ગોહિલે સરકારી કચેરીઓમાં લેખિત રજૂઆત કરીને એવી વિગતો જણાવી છે કે ગામમાં બે વોસ પ્લાન્ટ ઉભા કરીને ૧૫ ટ્રેક્ટર દ્રારા રેતીની ચોરી કરવામાં આવે છે. દિવસભર ૨૫૦થી ૩૦૦ ટ્રેકટર રેતીના ફેરા કરવામાં આવી રહ્યા છે. જેને કારણે ખેડૂતોની પાઇપલાઇન અને કુવાને મોટુ નુકસાન થઇ રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS