લોકડાઉનની મુદતમાં વધારો કરો: રાજ્યોની કેન્દ્ર સરકારને અપીલ

  • April 07, 2020 11:12 AM 1363 viewsકોરોના મહામારીને લીધે ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન પણ કોરોના વાયરસના કેસોમાં વધારો થતા લોકડાઉનની સમયમર્યાદા હવે ચર્ચાનો વિષય બની છે. દિવસે–દિવસે વધી રહેલા કેસો અને મૃત્યુઆંકે રાયો સરકારોને લોકડાઉન યથાવત રાખવાના સંકેતો આપવા માટે મજબૂર કર્યા છે. તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવે લોકડાઉન બે અઠવાડિયા વધારવાની સરકાર સમક્ષ રજૂઆત કરી છે.


તેલંગાણાના સીએમ મુજબ કોરોના મહામારી વિદ્ધ દેશ પાસે એક જ હથિયાર લોકડાઉન છે અને તેથી તેમણે વડાપ્રધાને લોકડાઉન સમય કોઇપણ ચિંતા વગર વધારાવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ કે લોકોના જીવ બચાવવા માટે આમ કરવુ જરી છે. જોકે ૧૪ એપ્રિલે ખતમ થતા લોકડાઉનને આગામી બે અઠવાડિયા સુધી લંબાવવા માટે રાય સરકારે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. રાજકીય સૂત્રો મુજબ પંજાબ રાય પણ લોકડાઉન લંબાવવાના પક્ષમાં વિચાર કરી રહ્યુ છે. તમિલનાડૂના મુખ્યમંત્રીએ પણ લોકડાઉન ખતમ કરવાનો સ્પષ્ટ્ર ઇનકાર કરી દીધો છે. યારે આસામ અને મહારાષ્ટ્ર્ર આ પગલે વિચાર કરી રહ્યા છે.


બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ૧૪ એપ્રિલ પછીપણ લોકડાઉન ચાલુ રાખવાના સંકેત આપ્યા છે. લોકડાઉનને લઇને પીએમ મોદીએ પણ સંકેતો આપતા કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓને માઇક્રો લેવલ પ્લાન તૈયાર કરવા જણાવ્યુ હતું. લોકડાઉન પછી કોરોનાથી ઓછા પ્રભાવિત રાયોમાં તબક્કાવાર સરકારી ઓફિસો ખોલવામાં આવે એવી સંભાવનાઓ છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application