આફ્રિકન દેશો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોનું 45 ટકા એક્સપોર્ટ વધ્યું

  • March 19, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આફ્રિકન દેશો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોનું 45 ટકા એક્સપોર્ટ વધ્યું છે તેમ આજકાલ સાથેની વાતચીતમાં આફ્રિકાથી આવેલા બિઝનેસ ડેલીગેશન એ જણાવ્યું હતું.કોરોના પછી ચીન સાથેનો વેપાર બંધ કરી આફ્રિકાના ઉદ્યોગકારોએ સૌરાષ્ટ્રના મશીનરી, ફૂડ પ્રોડક્ટ,ફામર્િ અને મેડિકલ ક્ષેત્રે ઓર્ડર મળ્યા છે .આજથી રાજકોટ માં આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોનો પ્રારંભ થયો છે.

 

 

છેલ્લા એક વર્ષ થી ચાલતી કોરોના ની અસહ્ય મહામારી માં થી અર્થશાસ્ત્ર ધીરે ધીરે થાળે પડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના કાળ બાદ પ્રથમ એવા ઇન્ટરનેશનલ ટ્રેડ શો એસવીયુએમનું  ( સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ ) દ્વારા આયોજન કરવામાં આવેલ. આ શો શુક્રવાર તારીખ 19 થી રવિવાર તારીખ 21 સુધી એનએસઆઇસી ગ્રાઉન્ડ, 80 ફૂટ ના રોડ ઉપર આયોજિત કરવામાં આવેલ છે.

 


દરેક ઉદ્યોગપતિ, બિઝનેસમેન તથા અન્ય નાગરિકોએ અચૂક મુલાકાત લેવા જેવા આ વ્યાપાર મેળા માં આફ્રિકા ના અલગ અલગ અને અન્ય વીસેક દેશોમાં થી 100 જેટલા ડેલીગેટ્સ આવ્યા છે.

 


કેન્દ્ર સરકાર ના ગૃહ ખાતા સાથે સંકલન અને પોલીસ ડીપાર્ટમેન્ટ ની તમામ મંજૂરીઓ સાથે આ વ્યાપાર મેળા નું આયોજન કરવામાં આવેલ છે. સરકારી તમામ ગાઇડલાઈન્સ અને એસ. ઑ.પી. નું આ શો માં કડક પાલન કરવામાં આવશે. નિયમ મુજબ તમામ આવનાર મુલાકાતીઓ નું ટેમ્પ્રેચર લેવામાં આવશે અને પ્રવેશ પહેલાં કંપલ્સરી સેનીટાઇઝર નો ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત શો પ્રીમૈસિસ દરેકે માસ્ક પહેરી ને રહેવું પડશે. રજીસ્ટ્રેશન વગર કોઈ ને પણ એન્ટ્રી આપવામાં નહિ આવે.
માહિતીપ્રદ કાર્યક્રમ ’ દિખતા હૈ વોહ બિકતા હૈ ’ રાખવામાં આવેલ છે. સાંજે 3:30 થી 6 વાગ્યા સુધી દરેક અલગ અલગ દેશના પ્રતિનિધિઓ દ્વારા પોતાના દેશ વિશે માહિતી આપવામાં આવશે. તમામ કાર્યક્રમ માં પ્રવેશ નિ:શુલ્ક છે.

 


ઉદ્ધઘાટન પ્રસંગ માં રાજકોટ મેયર ડો. પ્રદીપ દાવ, જીટીયુ વાઇસ ચાન્સેલર ડો. નવિનભાઇ શેઠ, પૂર્વ મેયર ડો. જૈમિન ઉપાધ્યાય, બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર પીટર કુક, મડાગાસ્કર એમ્બેસી ના મિસિસ તહિના, જ્યોતિ સીએનસીનાં પરાક્રમસિંહ જાડેજા, આફ્રિકન પ્રોફાઈલ ના ડાયરેક્ટર એક્વિયે નાના કોવ વગેરે હાજર રરહયા હતા.
આ પ્રકાર ના આયોજિત થતાં આ એકમાત્ર શો માં ગુજરાતભરના અને બીજા રાજ્ય ના ઉધોગો અને બિઝનેસ દ્વારા વિવિધ પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરવામાં આવનાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS