યુઘ્ધથી બેવડો માર..ગલ્ફના દેશોમાં જામનગરથી બ્રાસપાર્ટના તૈયાર માલની નિકાસ બંધ..!
જામનગરની ઓળખ અને ધોરીનસ સમાન બ્રાસ ઉધોગને ગલ્ફ વોરથી બેવડો માર પડ્યો છે. કારણ કે, યુઘ્ધના કારણે ખાડી દેશોમાંથી બ્રાસઉધોગ માટે જરી કાચામાલની આવક ૨૩ દીવસથી ઠપ્પ હોય ઉધોગકારોને કમરતોડ ફટકો પડયો છે. બીજી બાજુ ગલ્ફના દેશોમાં જામનગરથી બ્રાસપાર્ટના તૈયાર માલની નિકાસ પણ બંધ હોય ભારે આર્થિક નુકસાનની સ્થિતિ સર્જાઇ છે. આટલું ઓછું હોય તેમ યુકે અને યુરોપમાંથી અન્ય રૂટ પરથી કાચોમાલ આવી રહ્યો છે. પરંતુ યુઘ્ધના કારણે શીપીંગ કં૫નીઓએ ભાડું અને વીમાકંપનીઓએ પ્રિમિયમ વધારો ઝીંકતા બ્રાસપાર્ટનું ઉત્પાદન ૧૦ ટકા જેટલું મોંધુ થયાની ફરિયાદો ઉઠી છે.
ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુઘ્ધના કારણે સૌરાષ્ટ્રના ઉધોગોને કમરતોડ ફટકો પડયો છે. કારણ કે, ઇરાને આયાત-નીકાસ માટે મહત્વની હોર્મુઝની ખાડી બંધ કરી છે. આથી ગેસ,ઓઇલ સહીતના પુરવઠાની આયાતને જબ્બર ફટકો પડયો છે. ગલ્ફ વોરના કારણે જામનગરનો બ્રાસ ઉધોગ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ રામજીભાઇ ગઢીયાએ જણાવ્યું હતું કે, યુઘ્ધ શરૂ થયાના એક-બે દીવસમાં બ્રાસ ઉધોગ માટે જરૂરી કાચા માલની આવક બંધ થઇ ગઇ છે. આથી ઉત્પાદનને ભારે ફટકો પડયો છે. યુઘ્ધ હજુ પૂર્ણ થયું નથી. આથી કાચામાલની આવકમાં દીન-પ્રતિદીન ઘટાડો થઇ રહ્યો છે. ગલ્ફ વોરની અનિશ્ર્ચિતતાના કારણે જામનગરના બ્રાસ ઉધોગકારોએ ગલ્ફના દેશોમાં આપેલા કાચામાલના ઓર્ડર રદ કરાવ્યા છે. ગલ્ફ વોરના કારણે કાચામાલની અછત અને ગેસના ભાવમાં વધારાથી ઉધોગકારો ભારે મૂંઝવણ સાથે ચિંતામાં મૂકાયા છે. કારણ કે, યુઘ્ધ લાબું ચાલે અને કાચામાલની આયાત ગલ્ફના દેશોમાંથી ન થાય તો ઔધોગીક એકમો બંધ કરવાની ભીતિ પણ નકારી શકાતી નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં ૨૩ દીવસથી યુઘ્ધ ચાલી રહ્યું છે. આથી બ્રાસ ઉધોગને બેવડો માર પડયો છે. કારણ કે, ગલ્ફના દેશોમાંથી બ્રાસ ઉધોગ માટે જરી કાચામાલની આવક બંધ છે. બીજી બાજુ ગલ્ફના દેશોમાં જામનગરથી બ્રાસપાર્ટના તૈયાર માલની નિકાસણ પણ ઠપ્પ થઇ ગઇ છે. આથી ઉધોગકારોની મુશ્કેલી બેવડાઇ છે. હાલમાં યુકે અને યુરોપમાંથી અન્ય રૂટ મારફત બ્રાસ ઉધોગ માટે જરૂરી કાચોમાલ આવે છે. પરંતુ યુઘ્ધના કારણે શીપીંગ કંપનીઓએ ભાડામાં તો વીમા કંપનીઓએ પ્રિમિયમમાં વધારો ઝીંકયો છે. જેના કારણે કાચોમાલ મોંધો બન્યો છે. આથી બ્રાસપાર્ટનું ઉત્પાદન ૧૦ ટકા જેટલું મોંધુ બન્યું છે. આથી ઉધોગકારોને ભારે આર્થિક ફટકો પડયો છે. આટલું જ નહીં હાલમાં નવા ઓર્ડર પણ મળી રહ્યા નથી. જે જૂના ઓર્ડર છે તે પૂર્ણ કરવામાં પણ કાચામાલની અછતના કારણે મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે જો યુઘ્ધ હજુ લાંબુ ચાલશે તો બ્રાસ ઉધોગમાં ઔધોગીક એકમો શટડાઉન કરવા પડવાની તથા મંદીની ભીતિ પણ નકારી શકાતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application