રાજકોટ સહિત ચાર શહેરોમાં RTOના ડ્રાઇવિંગ ટ્રેક પર ટેસ્ટનો સમય વધારવા કવાયત, જાણો કેટલા વાગ્યા સુધી આપી શકાશે ટેસ્ટ

  • June 30, 2021 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ઉપરાંત સુરત, વડોદરા અને અમદાવાદ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય સવારે ૭.૩૦થી રાત્રે ૧૧ વાગ્યા સુધીનો કરવા કવાયત હાથ ધરાઇ છે. અત્યારે કાર–બાઇકની ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનો સમય સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધીનો છે. પરંતુ આ ચાર મહાનગરોમાં ડ્રાઇવિંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટનો વેઇટિંગ પિરિયડ વધીને દોઢથી બે મહિનાનો થઇ ગયો હોવાથી ટેસ્ટ ટ્રેકનો સમય વધારવા તંત્રે નિર્ણય લીધો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

 


સુરત સહિત રાયની ચારથી પાંચ આરટીઓ કચેરીમાં પાકું ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ માટે દોઢથી બે મહિનાનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે. લાઇસન્સધારક એક વખત એપોઇન્ટમેન્ટ લે અને ટેસ્ટમાં ફેલ થાય તો બીજી વખત ટેસ્ટ આપવાનો પણ મોકો મળતો નથી. જેને કારણે લાઇસન્સધારકે કાચું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂઅલ કરાવવાની નોબત આવી રહી છે.

 


ડ્રાઇવિંગ ટેસ્ટ પર વેઇટિંગ પિરિયડ વધતાં વાહન વ્યવહાર વિભાગે દરરોજ બમણાં ટેસ્ટ લેવાનું વિચારી ટ્રેકના સમયમાં વધારો કરવા નિર્ણય લીધો છે. તેથી સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા મેગા સિટીની આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય સવારે ૭.૩૦થી રાત્રે ૧૧ વાગ્યા સુધીનો કરવા તજવીજ હાથ ધરી છે. ટૂંક સમયમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી રાત્રે ૧૧ વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે.

 


ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક રાત્રે ૧૧ વાગા સુધી ચાલુ રાખવા પ્લાનિંગ કરાઇ રહ્યું છે. ત્યારે કર્મચારીઓના પર કામનું ભારણ નહીં વધે તે માટે બે શિટમાં કામગીરી કરાશે. પહેલી શિટમાં સવારે ૭.૩૦થી ૨ વાગ્યા સુધી અને બપોરે ૨.૩૦થી રાત્રે ૧૧ વાગ્યા સુધી બીજી શિટમાં આસિસ્ટન્ટ ઇન્સ્પેકટરો ફરજ બજાવશે.

 


તમામ આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ પરના કેમેરાથી માંડીને તમામ પ્રકારના સાધનો જૂના છે. તેમજ ટેસ્ટ ટ્રેકનો કોન્ટ્રાકટ પૂરો થયા બાદ વાહન વ્યવહાર વિભાગે મેન્ટેનન્સ માટે કોઇ કોન્ટ્રાકટ ફાળવ્યો નથી. હવે સતત ૧૫થી ૧૬ કલાક સુધી ટ્રેક કાર્યરત રહેશે તો ફોલ્ટ થવાની સંભાવના બમણી થઇ જાય છે. ત્યારેડ્રાઇવિંગ ટ્રેક પર કોઇપણ વસ્તું બગડશે તો તે રિપેરિંગ કરાવવા માટે એજન્સીને કોન્ટ્રાકટ અપાશે. વાહન વ્યવહાર વિભાગે દરેક આરટીઓ પાસેથી કેટલી લાઇટ મૂકવી પડશે તે અંગે ઇશ્મ્નો અભિપ્રાય માંગ્યો તે મોકલી અપાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS