કેકેવી ચોક સહિત ચાર બ્રિજ માટે 15 માર્ચથી ખોદકામ

  • February 27, 2021 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકાએ ટ્રાફિક ડ્રાયવર્ઝનનું આયોજન જાહેર કયર્િ વિના જ યુટિલિટી લાઈન્સનું શિફ્ટિંગ શ કર્યું: સર્વિસ રોડમાં અંધાધૂંધી સર્જાવાની શકયતા: નવા પદાધિકારીઓએ શહેરીજનો પરેશાન ન થાય તેની દરકાર લેવી પડશે

 


મહાપાલિકા દ્વારા કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં ડબલડેકર ફલાય ઓવર બ્રિજ સહિત પશ્ર્ચિમ રાજકોટ વિસ્તારમાં એકસાથે ચાર ઓવરબ્રિજ પ્રોજેકટનું કામ શ કરવા આગામી તા.15 માર્ચથી ખોદકામ શ કરવાનું નકકી કર્યું છે. ટ્રાફિક ડ્રાયવર્ઝનનું આયોજન જાહેર કયર્િ વિના જ યુટીલીટી લાઈન્સનું શિફ્ટિંગ શ કરવામાં આવ્યું છે ત્યારે આગામી દિવસોમાં સર્વિસ રોડ પર વાહન વ્યવહાર શ થતાની સાથે જ અંધાધૂંધી સર્જાય તેવી શકયતા નકારી શકાતી નથી. મહાપાલિકાના નવા પદાધિકારીઓએ બ્રિજ પ્રોજેકટના કામ શ થતાની સાથે જ શહેરીજનો પરેશાન ન થાય તેની પુરી દરકાર લેવી પડશે. એકસાથે ચાર બ્રિજના કામ શ થયા બાદ શું પરિસ્થિતિ નિમર્ણિ થશે તેની કલ્પ્ના કરવી પણ મુશ્કેલ છે.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ સૌપ્રથમ કેકેવી ચોક ઓવરબ્રિજ, નાનામવા ચોક ઓવરબ્રિજ અને જડુસ ચોક ઓવરબ્રિજના કામે યુટીલીટી લાઈન્સનું શિફ્ટિંગ, ફૂટપાથ અને પેવિંગ બ્લોક દૂર કરવા જેવી કામગીરી હાલ ચાલી રહી છે. ટૂંક સમયમાં ત્યાં આગળ સર્વિસ રોડનું નિમર્ણિ કરવામાં આવશે. ત્યારબાદ મુખ્ય માર્ગ પર પતરાનું બેરિકેડિંગ કરાશે અને ત્યારબાદ અંદાજે તા.15 માર્ચથી ખોદકામ શ કરવામાં આવશે. આ ત્રણ બ્રિજનો સર્વિસ રોડનું નિમર્ણિ થયા બાદ રામાપીર ચોકડીના ઓવરબ્રિજનું કામ હાથ પર લેવાશે. અલબત્ત ચારેય બ્રિજનું કામ એકસાથે જ શ થશે પરંતુ સર્વિસ રોડ બનાવવામાં સમયનું અંતર રહેશે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે કાલાવડ રોડ પર એકસાથે બે બ્રિજનું કામ શ થશે આથી ત્યાંનો વાહન વ્યવહાર આંતરિક રસ્તાઓ પર આપમેળે જ ડાયવર્ટ થશે. બીજીબાજુ નાનામવા મેઈન રોડ પર પણ બ્રિજનું કામ શ થવાનું હોય ત્યાંનું ટ્રાફિક પણ અન્ય રસ્તાઓ પર ડાયવર્ટ થશે તે નકકી છે. સર્વિસ રોડ બનશે પરંતુ ત્યાં જે પ્રકારે ટ્રાફિક સમસ્યા સર્જાશે તે જોતા વાહનચાલકો સર્વિસ રોડ પર ચાલવાનું ટાળશે. ભૂતકાળમાં પણ અનેક વખત આવું બન્યું છે. સર્વિસ રોડની સાથે અમુક મુખ્ય એપ્રોચ માર્ગ પરથી ડ્રાયવર્ઝન પણ અપાય તો વ્યવસ્થા વધુ બહેતર બનશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS