રાજકોટમાં પાંચ કરોડના ખર્ચે ઇવીએમ સ્ટ્રોંગ રૂમ તૈયાર: આવતા મહિનાથી કાર્યરત

  • June 14, 2021 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર રોડ પર માધાપર નજીક અંદાજે પિયા પાંચ કરોડના ખર્ચે ઇલેકટ્રોનિક વોટિંગ મશીન માટેના વિશાળ સ્ટ્રોંગ મ નું બાંધકામ પૂં થયું છે ત્રણ માળના બિલ્ડિંગમાં રાજકોટ શહેર–જિલ્લા ઉપરાંત આસપાસના સૌરાષ્ટ્ર્રના અન્ય જિલ્લાઓ ના ઇલેકટ્રોનિક વોટિંગ મશીન રાખવામાં આવશે ચૂંટણીના સમયગાળા દરમિયાન રાજકોટ શહેર અને આસપાસના જિલ્લાના તેનું ડિસ્ટ્રીબ્યુશન રાજકોટ થી કરવામાં આવશે.

 

 

કેન્દ્રીય ચૂંટણી પંચના ખાસ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ ખાતે માધાપર ચોકડી નજીક સ્ટ્રોંગ મ બનાવવામાં આવ્યો છે અને તે માટેની જમીન રાજકોટ જિલ્લા કલેકટર દ્રારા આપવામાં આવી છે આ જમીન પર અંદાજે  પાંચ કરોડના ખર્ચે ત્રણ માળનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે લિટ સીસીટીવી કેમેરા અને સલામતી માટેના અન્ય તમામ પગલાઓ લેવામાં આવ્યા છે અધિકારીઓના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગમાં બારીઓને ખાસ પ્રકારનો આકાર આપવામાં આવ્યો છે જેના કારણે હવા–ઉજાસ પૂરતા પ્રમાણમાં રહેશે પરંતુ કોઈ ચીજ વસ્તુઓની હેરાફેરી તેમાંથી થઈ શકશે નહીં.

 


અગાઉ આ પ્રકારનું સ્ટ્રોંગ મનું આયોજન મનુબેન ઢેબર સેનેટોરિયમમાં બનાવવાનુ હતુ પરંતુ સલામતી સહિતના અન્ય મુદ્દાઓ ધ્યાનમાં રાખી જામનગર રોડ પર માધાપર નજીક ની જગ્યા પસદં કરવામાં આવી છે સ્ટ્રોમ મ નું બાંધકામ પૂં થઈ ગયું છે અને આવતા મહિને તે કાર્યરત થઇ જશે. ચૂંટણીપંચના નિયમો મુજબ આ માટે કોઈ કાર્યક્રમ યોજવામાં નહીં આવે અને માત્ર પેપર પર કબજો સોંપવાની અને સંભાળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS