દેશના 18 જેટલા રાજ્યોમાં ડબલ ઇન્ફેક્શનના કેસના પુરાવા મળ્યા

  • March 24, 2021 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભયંકર સ્વરૂપ ધારણ કરતું કોરોના: આરોગ્ય મંત્રાલયે ચોંકાવનારી માહિતી જાહેર કરી


દેશમાં ફરીથી તરખાટ મચાવી રહેલા કોરોનાવાયરસ એ હવે ભારે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હોય તેવું દેખાય છે. દેશના 18 જેટલા રાજ્યોમાં ડબલ ઇન્ફેક્શનના કેસના પુરાવા મળ્યા છે તેવી ચોંકાવનારી માહિતી ખુદ કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવી છે અને ભારે ચિંતાનું મોજું ફેલાયું છે.

 


ડબલ ઇન્ફેક્શન નો અર્થ એવો કરવામાં આવે છે કે એક જ દર્દી દ્વારા બે અલગ અલગ પ્રકારના વાઈરસ ફેલાઇ રહ્યા છે. કોરોના વાયરસનું નવું વેરિઅંટ જુના વેરિએન્ટની સરખામણીમાં વધુ ઘાતક હોવાનું પણ બહાર આવ્યું છે.

 


આરોગ્ય મંત્રાલયના આ પ્રકારના ખાસ અહેવાલમાં એવી માહિતી આપવામાં આવી છે કે દેશના અલગ-અલગ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા શેર કરવામાં આવેલા કુલ 10787 પોઝિટિવ સેમ્પલ માંથી અત્યાર સુધીમાં 771 જેટલા વેરિયન્ટ ની જાણ થઈ છે. બ્રિટન તેમજ દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના વેરિયન્ટ નો તેમાં સમાવેશ  થાય છે અને દેશના 18 જેટલા રાજ્યોમાં આ પ્રકારના ડબલ ઇન્ફેક્શન વાળા વેરિએન્ટની ઓળખ કરવામાં આવી છે અને ચિંતા ફેલાઇ ગઇ છે.

 


આરોગ્ય મંત્રાલય દ્વારા એવી જાણકારી પણ આપવામાં આવી છે કે ડબલ ઇન્ફેક્શન વાળો પ્રથમ કેસ દુનિયામાં બ્રાઝિલમાં મળી આવ્યો હતો. ત્યારબાદ હળવે હળવે થી ફેલાતો રહ્યો છે અને હવે દેશના 18 રાજ્યોમાં પણ તે પહોંચી ગયો છે. બ્રાઝિલમાં બે દર્દીઓ એવા મળ્યા હતા કે તેમના બે અલગ અલગ પ્રકારના વાઈરસ હતા.
દેશના 18 જેટલા રાજ્યોમાં આ પ્રકારના ડબલ ઇન્ફેક્શન વાળા કેસમાં પુરાવા મળ્યા છે ત્યારે તમામ રાજ્યોને સાવધ રહેવાની આરોગ્ય મંત્રાલય દ્વારા સલાહ આપવામાં આવી છે અને નિયમોનું કડક પાલન કરાવવાની પણ તાકીદ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS