મુંબઈમાં બધું જ બંધ: જનજીવન ઠપ્પ

  • April 10, 2021 09:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે ટેસ્ટ કીટની અછત: વીકેન્ડ લોકડાઉનનો કડક અમલ, છેલ્લા 24 કલાકમાં 9000 નવા કેસ અને 35ના મોત


મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વિકેન્ડ લોકડાઉન નો અમલ ગઈકાલે સાંજથી શરૂ થઇ ગયો છે અને મુંબઈ સુમસામ ભાસી રહ્યું છે આમ છતાં કેટલાક વિસ્તારોમાં દુકાનો બંધ કરાવવા માટે પોલીસે દોડાદોડી કરવી પડી છે. કોરોનાવાયરસ મહામારીએ મુંબઈ ની હાલત બગાડી નાખી છે ત્યારે શુક્રવાર સાંજથી બંધની શરૂઆત થઇ ગઇ હતી.

 


મુંબઈમાં જનજીવન ધબકતું બંધ થઇ ગયું છે અને બજારો સૂમસામ ભાસી રહી છે. દરમિયાનમાં છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 9 હજારથી વધુ નવા કેસ બહાર આવ્યા છે અને 35 દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે.

 


મુંબઈના લગભગ તમામ દવાખાના હાઉસફૂલ થઇ ગયા છે અને હવે ઓક્સિજનની અછત પણ શરૂ થઈ હોવાનું બહાર આવ્યું છે અને એ જ રીતે આર ટી પીસીઆર ટેસ્ટ કીટ ની અછત થઈ હોવાની ફરિયાદો ઊઠી છે અને મહારાષ્ટ્રની સરકાર ધંધે લાગી ગઈ છે.

 


અને એક અહેવાલ મુજબ મુંબઈમાં રસી ની અછત ઊભી થઈ ગઈ છે પરિણામે ખાનગી રસીકરણ કેન્દ્રો સોમવાર સુધી બંધ કરવાની ફરજ પડી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે ફક્ત સરકારી રસીકરણ કેન્દ્રો જ ચાલુ રહેશે. વિકેન્ડ લોકડાઉન નો અમલ શરૂ થયો છે અને આજે અને આવતીકાલે પણ મુંબઈ બંધ રહેશે અને આ દરમિયાન રસીકરણ ની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.

 


રસી ની સંખ્યા ઓછી થઈ ગઈ છે આમ છતાં સરકારી કેન્દ્ર તેમજ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં રસીકરણ ચાલુ જ રાખવામાં આવ્યું છે તેવી ચોખવટ પણ કરવામાં આવી છે. નાઈટ કર્ફ્યુ તેમજ મીની લોકડાઉન જેવા પગલા લેવામાં આવ્યા છે છતાં મુંબઈમાં કોરોનાવાયરસ ના નવા કેસ ભારે મોટી સંખ્યામાં ચિંતાજનક રીતે બહાર આવી રહ્યા છે અને આજે કદાચ સંપૂર્ણ લોકડાઉન નાખવા અંગેનો નિર્ણય પણ થઈ શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS