દરેકના ઘરમાં પૈસા હોય છે પરંતુ તે પૈસાને રાખવાનું સાચું સ્થાન બધા નથી જાણતાં

  • November 20, 2020 03:02 PM 449 views

પૈસા કમાવવાની અને વધુમાં વધુ ધનવાન થવાની કોની ઈચ્છા નહી હોય? ધનના દેવ કુબેરની પણ મનછા હશે કે તે ખૂબ ધનવાન થાય અને અધિકમા અધિક ધન તેને મળે. માનવ જીવનનું મહત્વનું પાસું ગણી શકાય એવા પૈસા બધાને જોઈએ છે. દરેકના ઘરમાં પૈસા હોય પણ છે પરંતુ બધાને તે પૈસાને ઘરમાં ક્યા સ્થાને રાખવા તેની જાણ નથી હોતી.

 

હિન્દુ શાસ્ત્રોમાં ઘરમાં પૈસા રાખવા માટેની પણ યોગ્ય જગ્યાઓ સૂચવવામાં આવી છે. આ રીતે પૈસા રાખવાથી ધનહાની ઓછી અને બરકત વધુ થાય છે. જો તમે પણ ખોટી જગ્યાએ પૈસા સાચવતા હોય તો આ વાંચી લો અને આ રીતે જ યોગ્ય સ્થાને ધન સાચવો.

 

વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરી અથવા પૈસા કે સોના ચાંદીની ચીજવસ્તુઓ કે આભૂષણો અગ્નિ ખુણામાં ક્યારેય રાખવા જોઈએ નહી. દક્ષિણ પૂર્વ દિશાનાં ખુણાને અગ્નિ ખુણો કહેવામાં આવે છે. ત્યાં ધન રાખવાથી ધનહાની થાય છે અને ખોટી રીતે પૈસા ક્યા વપરાય છે તેની જાણ રહેતી નથી. અનેક કિસ્સામાં જોવામાં આવ્યું છે કે જે ઘરમાં આ ખુણામાં ધન રાખવામાં આવ્યું હોય તેવા ઘરમાં દેવું થઈ ગયું હોય. નૈઋત્ય ખૂણામાં રાખવામાં આવેલ ઘન માનસિક સંતાપ આપનાર હોવાનું માનવામાં આવે છે. આથી આ ખુણામાં પૈસા કે કોઈ પણ પ્રકારની કીમતી ચીજ રાખવી જોઈએ નહી. જ્યારે વાયવ્ય ખૂણામાં રાખેલ ઘન બજેટ બગાડનાર સાબિત થતું હોય છે.

 

ઈશાન ખૂણાને ઈશ્વરનો ખૂણો માનવામાં આવે છે અને ધનને લક્ષ્મીનું સ્વરુપ કહેવામાં આવે છે. આથી આ ખુણામાં ધન રાખી શકાય. જો કે આ સ્થાનમાં ભગવાનનું મંદિર રાખીને ઉતર દિશામાં તિજોરીનું મોઢું રાખવું જોઈએ. ધન કે પૈસા રાખવા માટે એકેય ખુણો સો ટકા લાભકારક ગણવામાં આવતો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application