દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં કોરોના તાંડવ મચાવશે

  • April 19, 2021 08:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૈજ્ઞાનિકોની ચેતવણી, બીજી લહેરનો સંઘર્ષ ખૂબ લાંબો ચાલશે, દર વર્ષે નવી લહેરો ઉત્પન્ન થશે

 


કોરોના મહામારી ની સામે ભારત અને દુનિયા આખી લડી રહી છે અને દેશમાં ભયંકર પરિસ્થિતિ થઈ રહી છે ત્યારે કોરોના થી છુટકારો ક્યારે મળશે તેવા પૂછાયેલા સવાલ નો ચિંતાજનક જવાબ મળ્યો છે અને વૈજ્ઞાનિકો એ એવી ચેતવણી આપી છે કે દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચ માસમાં કોરોના કાળ બનીને આવશે.

 


સાયન્સ ડાયરેક્ટ જર્નલમાં પ્રકાશિત એક સંશોધન અંગેના અહેવાલમાં આ પ્રકારની ચેતવણી આપવામાં આવી છે અને તેવો ઉલ્લેખ પણ છે કે કોરોના સામેનો સંઘર્ષ લાંબો ચાલવાનો છે અને જલ્દીથી તેમાં છુટકારો મળવાનો કોઈ સંકેત દેખાતા નથી. સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ માસમાં કોરોનાવાયરસ ની નવી લહેરો ઉત્પન્ન થશે અને માનવ સમાજની સામે પડકારો ફેંકતા રહેશે. બીજી લહેર સામેનો સંઘર્ષ ખૂબ જ લાંબો ચાલવાનો છે અને તેનો જલદીથી અંત આવવાના કોઇ અણસાર દેખાતા નથી. સંશોધકોએ કહ્યું છે કે કોરોનાવાયરસ ની બીજી લહેર પહેલા કરતા ખુબ જ લાંબી ચાલી શકે છે અને સામાન્ય ફલુની જેમ. કોરોના ની નવી લહેર દરેક ક્લુ સિઝનમાં આવતી રહેશે અને તેનો સામનો કરવો પડશે. આ મુસીબત હવે દર વર્ષે ભોગવવી પડશે અને તમામ રાજ્ય સરકારો તેમજ જનતાએ પણ માનસિક રીતે તૈયાર રહેવું પડશે.

 


આ પ્રકારનું સંશોધન ચંદીગઢ અને પંજાબ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા એક અભ્યાસ બાદ કરવામાં આવ્યું છે જેમાં 1857થી લઈને 2015 વચ્ચેના આ સમયગાળા દરમિયાન ફેલાયેલી ફલુ જેવી બીમારીઓના આંકડા અને તેના પ્રવાહ ને આધાર બનાવવામાં આવ્યા છે અને તેના દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે.

 


સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે દર વર્ષે કોરોનાવાયરસ ની નવી લહેર પેદા થશે અને અમુક સમય બાદ નબળી પડી જશે પરંતુ આવું વારંવાર થવાનું છે માટે લોકોએ આગામી વર્ષોમાં પણ ઉપરોક્ત બે માસ દરમિયાન આ પ્રકારની લહેરોનો સામનો કરવાનો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS